મહિલાઓ શ્રાવણમાં લીલા રંગની બંગડીઓ તો પહેરે છે, પણ તેના મહત્વ અને ફાયદા નહી જાણતી. કેટલીક મહિલાઓ તો જોવા-જોઈ બંગડી પહેરે છે પણ શું છે તેના કારણ જો તમે નહી જાણતા તો આજે વેબદુનિયા ગુજરાતી તમને આ રહ્સ્ય જણાવશે.
શ્રાવણનો મહીનો પ્રકૃતિના સૌંદર્યનો મહીનો હોય છે. શાસ્ત્રોમાં મહિલાઓને પણ પ્રકૃતિના રૂપમાં જ ગણાયું છે. શ્રાવણમાં વરસાદના ટીંપાથી ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. જ્યાં જુઓ ત્યાં લીલો નજર આવે છે. તેનાથી આંખને પણ શાંતિ મળે છે. તેથી પ્રકૃતિના રંગમાં રંગવા માટે મહિલાઓ પણ મેહંદી લગાવે છે સાથે જ લીલા કપડા અને લીલી બંગડીઓ પહેરે છે.
આ મહીનામાં s સોહાગણ મહિલાઓ માટે ઘણા તહેવાર આવે છે. જેમાં કજલી ત્રીજ, હરિયાળી ત્રીજ, કેવડા ત્રીજ શામેળ છે. આ તહેવારોની શરૂઆત જ લીલા કપડા અને બંગડી પહેરવાના નિયમ છે.