ભાગ્ય ચમકાવવા માંગો છો તો શ્રાવણના ગુરૂવારે કરો આ ઉપાય
ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (13:51 IST)
મિત્રો એવુ કહેવાય છે કે બાબા ભોલેનાથે શ્રાવણના ગુરૂવારે જ તાડકેશ્વરનુ રૂપ ધારણ કર્યુ હતુ અને મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી ગુરૂવારના દિવસે કેટલાક ઉપાય કરીને શિવ અને બૃહસ્પતિની કૃપા મેળવી શકાય છે.
શાસ્ત્રો મુજબ ગુરૂવારનો દિવસ ધન સંપદાના હિસાબથી ખૂબ જ શુભદાયક હોય છે. ગુરૂ ગ્રહ આપણા ભાગ્યના દેવતા હોય છે. ગુરૂ ગ્રહ વૈવાહિક જીવન અને ભાગ્યના કારક ગ્રહ છે. ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ ગુરૂ માનવામા આવે છે. અને દેવતાઓના ગુરૂ પણ છે.
શ્રાવણના પવિત્ર મહિનામાં ગુરૂવારે મહાદેવની આરાધના કરીને ભોલેનાથને બેસનનો લાડુનો ભોગ લગાવશો તો તેનાથી તમારા ગુરૂ ગ્રહના દોષ દૂર થઈ જશે. ભક્ત શિવ બાબાને પીળા ચોખાનો ભોગ લગાવી શકે છે. પણ ધ્યાન રાખો કે તેમા હળદર ન નાખશો. પીળા ચોખાનો મતલબ છે કેસરિયા ચોખાનો ભોગ લગાવો. અને ગુરૂ મંત્ર ૐ બૃ બૃહસ્પતયે નમ: નો 108 વાર જાપ કરો.
શ્રાવણ મહિનામાં ગુરૂવારે પૂજા કરતી વખતે કરો આ ઉપાય
- ગુરૂવારે વિષ્ણુ ભગવાનને ઘી નો દીવો પ્રગટાવો. અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો