Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

રવિવાર, 30 જૂન 2024 (17:42 IST)
માનસૂનના મૌસ્મ ખૂબ જ સોહામણો થઈ જાય છે. આ મૌસમમાં ચારે બાજુ હરિયાળીથી ઘેરાયલા દ્ર્શ્ય સુંદર લાગે છે. આ મૌસમમાં તમે પ્રાકૃતિક સુંદર દ્ર્શ્યના મજા લઈ શકો છો. ઘણા લોકો આ મૌસમમાં ફરવા જવાનો પ્લાન પણ બનાવે છે. ઘણી એવી હગ્યાઓ છે જ્યાં તમે તમારા પાર્ટનરની સાથે ઓગ્સ્ટમાં ફરવા જવાનો પ્લાન કરી શકો છો. આવો જાણીએ તમે કઈ જગ્યાઓ પર ફરવા માટે જઈ શકો છો. 
લોનાવાલા- મહારાષ્ટ્ર સ્થિત આ એક ખૂબજ સુંદર જગ્યા છે. આ એક ખૂબ જ રોમેન્ટિક સ્થળ છે. લીલી- લીલી ઘાટી તમારા મન મોહી લેશે. તમે અહીં ટાઈગર પોઈન્ટ, રાજમાચી પોઈન્ટ, પાવના લેક અને લોનાવાલા લેક જેવા ઘણા સ્થળો ફરવાના પ્લાન કરી શકો છો.
ડલ્હૌજી- હિમાચલ પ્રદેશમાં સ્થિત ડલહૌજી ખૂબજ સુંદર જગ્યા છે. વરસાદના દરમિયાન આ જગ્યા વધુ સુંદર થઈ જાય છે. અહીં તમે ઘાટીઓ, ફૂલ અને ઘાસના મેદાનમાં પાર્ટનરની સાથે દગાર પળો પસાર કરી શકશો.


મસૂરી - મસૂરીના પહાડની રાણી પણ કહેવાય છે. આ એમ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. ઓગસ્ટ મહીનામાં અહીંનો મૌસમ ખૂબ જ સુખદ હોય છે. અહીં ફરવા માટે ઘણા જગ્યાઓ છે. તમે અહીં લાલ ટિંબા, ધનોલ્ટી અને કેમ્પ્ટી વોટરફોલ્સ જેવા સ્થળોની ફરવા જઈ શકો છો. 
માઉંટ આબૂ - તમે રાજસ્થાનમાં સ્થિત માઉંટ આબૂ પણ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. ઓગ્સ્ટ મહીનામાં અહીંયાનો મૌસમ ખૂબ જ સોહામણો થઈ જાય છે. આ હિલ સ્ટેશન કપ્લસના ફરવા માટે બેસ્ટ છે. તમે આ જગ્યા પર યાદગાર સમય પસાર કરી શકશો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર