વડાપ્રધાન મોદીએ રાણિપની નિશાન સ્કૂલમાં કર્યું મતદાન

ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (12:34 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે અમદાવાદ પહોંચ્યાં છે. દિલ્હીથી તેઓ અમદાવાદ એરપોર્ટ થઈને તેઓ રાણીપ ખાતે નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદીને નિહાળવા માટે નિશાન સ્કૂલની બહાર બહોળી સંખ્યામાં સમર્થકો અને લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.  સામાન્ય નાગરિક જે રીતે મતદાન કરવા માટે કતારમાં ઉભો રહેતો હોય છે, તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓળખપત્ર સાથે કતારમાં ઉભા રહ્યાં હતા અને મતદાન કર્યું હતું.

મોદીને જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા. છેલ્લા એક મહિનાથી નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી સભાઓ સંબોધ્યા બાદ બે દિવસ પહેલાં જ દિલ્હી ગયા હતા અને આજે ફરી તેઓ ગુજરાત આવ્યા છે. મતદાન માટે અમદાવાદ આવેલા નરેન્દ્ર મોદી હિરાબાને મળવા જશે કે નહીં એ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ હાર્દિક પટેલે આ અંગે ટ્વિટ પણ કરી હતી.
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર