નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને હાર્દિક પટેલે મતદાન કર્યું

ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (11:17 IST)
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે ઉત્તર અને મધ્યગુજરાતમાં 93 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં 851 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આ તબક્કામાં 2.22 કરોડ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 14 ડિસેમ્બરે થનારા મતદાનમાં જે પ્રમુખ ઉમેદવારો મેદાનમાં છે તેમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ સામેલ છે

જેઓ મહેસાણાથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે કોંગ્રેસના જીવાભાઈ પટેલ મેદાનમાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નાણામંત્રી અરુણ જેટલી, ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પાટીદાર નેતા હાર્દિક પટેલ, ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા, અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મતદાન કર્યું.  મતદાન 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર