Kali chaudas 2023 : જાણો કેમ કાળી ચૌદશ (નરક ચતુર્દશી)ના દિવસે શરીર પર તેલ અને ચંદન લગાડવામાં આવે છે

શુક્રવાર, 3 નવેમ્બર 2023 (17:52 IST)
કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે નરકચતુર્દશી(કાળી ચૌદસ)નો તહેવાર ઉજવવામાં આવે છે. તેને રૂપ ચૌદસ અને છોટી દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો અને 16 હજાર મહિલાઓને તેના કેદમાંથી મુક્ત કરી હતી. તેથી જ આ દિવસને નરક ચૌદસ તરીકે ઓળખવામાં આવે છે, 
 
આ વખતે કાળી ચૌદસ 23 ઓક્ટો, રવિવારે છે. આ દિવસે સવારે શરીર પર ચંદન લગાવવાનું અને તેલની માલિશ કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારબાદ સાંજે યમદીપ પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવુ કરવાથી વ્યક્તિને સૌંદર્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિને નરકના ત્રાસમાંથી મુક્તિ મળે છે. અહીં જાણો કેવી રીતે શરીર પર માલિશ અને તેલ માલિશ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો.
 
આ છે પૌરાણિક કથા 
 
દ્વાપર યુગમાં નરકાસુર નામના રાક્ષસે ચારેબાજુ હાહાકાર મચાવ્યો. આ દરમિયાન તેણે 16100 રાણીઓને બંધક બનાવી હતી અને ઋષિમુનિઓને ત્રાસ આપતો હતો. તેના ભયાનક આતંકથી છુટકારો મેળવવા માટે, બધા દેવતાઓ ભગવાન કૃષ્ણના શરણમાં ગયા.. નરકાસુરને સ્ત્રીના હાથે મરવાનો શ્રાપ મળ્યો હોવાથી ભગવાન કૃષ્ણ તેની પત્ની સત્યભામાને મારવા માટે સાથે લઈ ગયા. આ પછી તેની હત્યા કરી અને ત્યાંથી 16100 મહિલાઓને મુક્ત કરાવી. મુક્ત થયા પછી તે બધી સ્ત્રીઓ શ્રી કૃષ્ણને હાથ જોડીને કહેવા લાગી કે હવે તેમને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં, માટે ભગવાન હવે તમે જ કહો કે ક્યાં જવું છે. તેમની વાત સાંભળીને ભગવાન કૃષ્ણએ તે 16100 રાણીઓ સાથે લગ્ન કરીને તેમને બચાવ્યા. આ પછી આ બધી સ્ત્રીઓ કૃષ્ણની પત્નીઓ તરીકે ઓળખાવા લાગી.
 
ચૌદસ તિથિના દિવસે નરકાસુરના મૃત્યુ પછી, બધા દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓએ આ દિવસને ઉત્સવ તરીકે ઉજવ્યો. ત્યારથી આ દિવસ નરક ચૌદસ અને નરક ચતુર્દશી તરીકે ઓળખાવા લાગ્યો. નરકાસુરની બંદીવાસમાં નરકે એ બધી સ્ત્રીઓનું રૂપ ગુમાવ્યું હતું.  આવી સ્થિતિમાં, તે મહિલાઓએ ચંદન  અને તેલની માલિશ કરીને શરીરને સાફ કર્યું અને 16 શણગાર કર્યા. આ ઉબટનથી તેમનુ રૂપ ખીલી ઉઠ્યો ત્યારથી રૂપ ચતુર્દશીના દિવસે  સરસવના તેલની માલિશ કરવાની અને ચંદન લગાવવાની પ્રથા શરૂ થઈ. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ આ દિવસે તેલની માલીશ કરે છે અને શરીર પર ચંદન લગાવે છે, તેમને શ્રી કૃષ્ણની પત્ની દેવી રૂકમણીનો આશીર્વાદ મળે છે અને તેમનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર