પુષ્ય નક્ષત્રનુ મહત્વ - પુષ્ય નક્ષત્રનો શુભ યોગ દર મહિનમાં બને છે. પુષ્ય નક્ષત્ર સ્થાયી હોય છે. તેથી આ નક્ષત્રમાં ખરીદી કરવામાં આવેલ કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગી રહે છે અને શુભ ફળ પ્રદાન કરે છે. પુષ્ય નક્ષત્ર પર બૃહસ્પતિ, શનિ અને ચંદ્રનો પ્રભાવ હોય છે. તેથી સોનુ, ચાંદી, લોખંડ, વહી ખાતા, કપડા, ઉપયોગી વસ્તુઓ ખરીદવા અને મોટુ રોકાણ કરવા આ નક્ષત્રમાં એકદમ શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રનો સંયોગ જે દિવસે કે વાર સાથે હોય તેને એ વારથી ઓળખવામાં આવે છે. જો આ નક્ષત્ર રવિવાર, બુધવાર કે ગુરૂવારે આવતુ હોય તો તે એકદમ શુભ માનવામાં આવે છે.