ઓખા બંદર પાસે દરિયામાં જોરદાર મોજાં જોવા મળ્યાં હતાં, અહીં લાંગરેલી હોળીઓને પણ નુકસાન થયું હતું, સાથે જ અહીં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.
બિપરજોય વાવોઝડું હવે અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 170 કિલોમિટર દૂર છે, જ્યારે દેવભૂમિ દ્વારકાથી 210 અને નલીયાથી 190 કિલોમિટર દૂર છે. વાવાઝોડું પોરબંદરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં 290 કિલોમિટર દૂર છે જ્યારે પાકિસ્તાનના કરાચીથી 260 કિલોમિટર દૂર છે.
હવામાન વિભાગે કહ્યું છે કે વાવાઝોડું ગુરુવાર સાંજ સુધીમાં વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાંથી પસાર થશે. એ વખતે અહીં 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, એક તબક્કે પવનની ગતિ વધીને 140 કિલોમિટર પ્રતિ કલાક થવાની શક્યતા છે.