છત્રપતિ સંભાજીનગરમાં ઓનર કિલિંગનો એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહી એક ભાઈએ બહેનને 200 ફીટ ઊંચા પર્વત પરથી ધકેલીને તેની હત્યા કરી નાખી. આ ઘટના પાસે જ એક ક્રિકેટ મેચ દરમિયાન ડ્રોન કેમેરેમાં જોઈ શકય છે. જ્યારે તે પોતાની બહેનને પર્વત પરથી નીચે ધકેલી રહ્યો હતો. ત્યારબાદ જ્યારે લોકોએ ઘટનાસ્થળ પર જઈને જોયુ તો મૃતકા ત્યા જ પડી હતી. હાલ પોલેસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.