આજકાલ સાઈબર ફ્રોડ (Cyber Fraud)ના અનેક મામલા ચાલી રહ્યા છે. અનેકવાર તમારા ફોન પર અજાણ્યા નંબર પરથી એવા કોલ્સ આવે છે જેમા નોકઈ કે પછી પૈસા કમાવવાની બીજી આકર્ષક સ્ટાઈલથી દગો કરવામાં આવે છે. આ સાઈબર ઠગોના ચક્કરમા%ં ફસાઈને અનેકવાર લોકોને સારુ એવુ નુકશાન ઉઠાવવુ પડે છે. બિહારના નવાદાથી સાઈબર ઠગીનો એક આવો જ સિંડિકેટનો ખુલાસો થયો છે. અહી સિંડિકેટ લોકોને કોલ કરીને મહિલાઓને પ્રેગનેંટ કરવાના બદલામાં પૈસાની લાલચ આપીને છેતરી રહ્યા હતા.
એક રિપોર્ટ મુજબ નવાદાના નારદીગંજ પોલીસ ક્ષેત્રના કહુઆરા ગામમાં રેડ કરીને પોલીસે 3 સાઈબર અપરાધીઓને અરેસ્ટ કર્યા છે. આ સાઈબર ઠગ ઓલ ઈંડિયા પ્રેગનેંટ જૉબ (બેબી બર્થ સર્વિસ), પ્લે બોય સર્વિસના નામ પર લોકોને કૉલ કરીને ઠગી રહ્યા હતા. તેમની ધરપકડ પછી પોલીસે આ જાણ લગાવવાની કોશિશ કરી કે છેવટે આ આરોપીએ કેટલા લોકોને ઠગી ચુક્યા છે.
પોલીસના મ્જબ આ સાઈબર ઠગ દેશના જુદા જુદા રાજ્યોના લોકોને કૉલ કરતા હતા અને લોકોને જોબ ઓફર કરતા હતા. જેમા તેમને એવી મહિલાઓને પ્રેગનેંટ કરવાની છે જેમને બાળક્કો નથી થઈ રહ્યા. આ કામ માટે આ લૂંટારૂઓ 5 લાખ રૂપિયાની ઓફર આપતા હતા અને જો બાળક ન થયુ છતા પણ 50 હજાર રૂપિયા આપવાનુ વચન આપતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ તેમની ચાલ માં સપડાય જતો તો તેની પાસેથી રજીસ્ટ્રેશન ફી ના નામ પર તેમની પાસેથી 500 રૂપિયાથી લઈને 20 હજાર રૂપિયા સુધી ઓનલાઈન પેમેંટ કરાવી લેતા હતા.
આ સાઈબર અપરાધીઓ પાસેથી પોલીસે 6 એંડ્રોયડ મોબાઈલ જપ્ત કર્યા છે. આ મોબાઈલ્સની તપાસમાં પોલીસે અનેક વોટસએપ ફોટો ઓડિયો અને ટ્રાજૈક્શનની ડિટેલ મળી છે. આરોપીઓનુ નામ રાહુલ કુમાર, ભોલા કુમાર અને પ્રિંસ રાજ ઉર્ફ પંકજ કુમાર છે.