PAK vs ENG: રાવલપિંડીમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બ્રિટિશ ટીમોએ 74 રનથી શાનદાર જીત નોંધાવી હતી. પાકિસ્તાની ટીમને છેલ્લી ઇનિંગ્સમાં જીતવા માટે 343 રનની જરૂર હતી. સપાટ અને બેટિંગ પિચ પર આ ટાર્ગેટ ખૂબ જ સરળ લાગતો હતો, પરંતુ પાકિસ્તાની ટીમ માત્ર 268 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં હાર બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
બાબર આજમે પીસીબી પર લગાવ્યો આરોપ
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સોમવારે કહ્યું હતું કે રાવલપિંડી ક્રિકેટ ગ્રાઉન્ડના ક્યુરેટરે તેની સલાહ લીધી હતી પરંતુ સોમવારે અહીં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 74 રનની હાર બાદ તેને જોઈતી પિચ મળી નથી. ઈંગ્લેન્ડે પોતાનો બીજો દાવ ડિકલેર કરવાનો સાહસિક નિર્ણય લીધો અને પાકિસ્તાનને 100 ઓવરમાં 343 રનનો લક્ષ્યાંક આપ્યો. મેચના પાંચમા દિવસે પાકિસ્તાનની ટીમ 268 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પિચ સપાટ હતી અને ઈંગ્લેન્ડે પહેલા દિવસે જ 500થી વધુ રન બનાવ્યા હતા. મેચની પ્રથમ બે ઇનિંગ્સમાં કુલ સાત સદી ફટકારવામાં આવી હતી.
પિચ ક્યુરેટરને બતાવ્યા દોષી
બાબરે મેચ બાદ કહ્યું, “પિચ તૈયાર કરવા માટે મારો અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને અમે સ્પષ્ટ કરી દીધું હતું કે અમને કેવા પ્રકારની પીચ જોઈએ છે પરંતુ હવામાન હોય કે અન્ય કોઈ કારણ હોય, અમને જોઈતી પિચ મળી ન હતી. અમને એવી પીચ જોઈતી હતી જેમાં સ્પિનરો માટે થોડો વળાંક આવે.જ્યારથી પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ શરૂ થયો ત્યારથી પિચ પર સતત આક્ષેપબાજી થઈ રહી હતી. પહેલા દિવસથી જ રનનો જોરદાર પ્રહાર થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા દિવસે પિચે અલગ જ રંગ દેખાડ્યો હતો.
ઈગ્લેંડે લીધો 17 વર્ષ પહેલાનો બદલો
ઈંગ્લેન્ડે છેલ્લે 2005માં પાકિસ્તાનમાં ટેસ્ટ મેચ રમી હતી. ત્યારે લાહોરમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડની ટીમને એક દાવ અને 100 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ રાવલપિંડીમાં પહેલીવાર રમી રહેલી ઈંગ્લેન્ડની ટીમે તે હારનો બદલો લઈ પાકિસ્તાનની ધરતી પર ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ જીત પણ હતી. આ પહેલા તેણે 22 વર્ષ પહેલા વર્ષ 2000માં પાકિસ્તાનને કરાચીમાં 6 વિકેટે હરાવ્યું હતું.