IPL New Team Auction 2021 LIVE: થોડીવારમાં થશે 2 નવી ટીમોની જાહેરાત, BCCI ની બેઠક રજુ

સોમવાર, 25 ઑક્ટોબર 2021 (16:50 IST)
દુબઈમાં ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચનો રોમાંચ બંધ થતાં જ આઈપીએલ સાથે જોડાયેલા એક મોટા સમાચાર અંગે હલચલ મચી ગઈ છે. હલચલ પણ વધવી જોઈએ કારણ કે આ બાબત બે નવી ટીમો સાથે સંબંધિત છે, જેની આજે જાહેરાત થવા જઈ રહી છે. જી હા, આઈપીએલમાં અત્યાર સુધી તમે માત્ર 8 ટીમોની ટક્કર જોઈ હશે. પરંતુ 2022ની સીઝન થોડી અલગ હશે, જ્યાં 8 નહીં 10 ટીમો રમતી જોવા મળશે. બે નવી ટીમો માટે BCCI દ્વારા 6 શહેરોની પસંદગી કરવામાં આવી છે, જેના માટે બિડિંગ ચાલી રહ્યું છે.

જાણો કોણ-કોણ રેસમાં છે?
 
સંજીવ ગોયેન્કા-આરપીએસજીના પ્રમોટર
ગ્લેજર ફેમિલી-માન્ચેસ્ટર યુનાઈટેડના માલિક
અદાણી ગ્રુપ પ્રમોટર્સ
નવીન જિંદાલ - જિંદાલ પાવર અને સ્ટીલ
ટોરેન્ટ ફાર્મા
રોની સ્ક્રૂવાલા
અરબિંદો ફાર્મા
કોટક ગ્રુપ
સીવીસી પાર્ટનર્સ
સિંગાપોરની પીઈ ફર્મ
હિન્દુસ્તાન ટાઈમ્સ મીડિયા
બ્રોડકાસ્ટ અને સ્પોર્ટ્સ કન્સલ્ટિંગ એજન્સી આઈટીડબ્લ્યુ
ગ્રૂપ એમ
 
માન્ચેસ્ટર યુનાઈટેડ ટીમ ખરીદવા માટે ઉત્સુક, બોલિવૂડ સ્ટાર્સ પણ ઉત્સુક
આ મામલે એક સૂત્રે સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે માન્ચેસ્ટર યુનાઈટેડના માલિકોએ IPLમાં ટીમ ખરીદવા મુદ્દે ઇચ્છા વ્યક્ત કરી છે. વિશ્વસનીય સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે હા, આ સાચું છે કે માન્ચેસ્ટર યુનાઈટેડ IPL ટીમ ખરીદવા માટે ઇચ્છુક છે. આ પણ એક કારણ થઈ શકે છે, જેને પરિણામે BCCIએ ટેન્ડરની તારીખ આગળ વધારવાનો નિર્ણય લીધો હોય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે IPL માત્ર ભારત સુધી સીમિત નથી, પરંતુ દેશ-વિદેશમાં પણ ફેમસ થઈ ગઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર