T20 World Cup વચ્ચે મોટા સમાચાર, ટીમ ઈંડિયા જશે ઈગ્લેંડ, શ્રેણી જીતવાનુ અધૂરુ કામ કરશે પુરૂ

શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (19:18 IST)
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) ની વચ્ચે ગયા મહિને રમાયેલી ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ નો નિર્ણય આવી ગયો છે.  42 દિવસના લાંબા સંઘર્ષ અને ચર્ચા બાદ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) અને ઈગ્લેંડ ક્રિકેટ બોર્ડએ (ECB) રદ્દ થયેલી મૈનચેસ્ટર ટેસ્ટને ફરીથી રમવાનો નિર્ણય કર્યો છે. આ મુકાબલો હવે આવતા વર્ષે એટલે કે જુલાઈ 2022 માં બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાશે. એટલું જ નહીં, ટેસ્ટ શ્રેણીનું પરિણામ પણ આ મેચ બાદ જ નક્કી થશે. પ્રથમ ચાર મેચમાં બે જીત બાદ ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. ECB એ શુક્રવાર, 22 ઓક્ટોબરના રોજ એક નિવેદન બહાર પાડીને નવીનતમ અપડેટ વિશે માહિતી આપી હતી. આ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.
 
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે  ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. ઈંગ્લેન્ડ દ્વારા ઓવલ ખાતે આયોજીત આ ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં ભારતીય ટીમે વિજય સાથે શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. આ ટેસ્ટ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને તેના સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યો કોરોના સંક્રમણમાં ફસાઈ ગયા હતા. આ પછી, છેલ્લી ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં શરૂ થવાની હતી, પરંતુ તેના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયાના જુનિયર ફિઝિયોને પણ ચેપ લાગ્યો હતો અને તેના કારણે મેચના દિવસના બે કલાક પહેલા ટેસ્ટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ECB એ કર્યુ એલાન 
 
ઇસીબીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ મુદ્દે બંને બોર્ડ વચ્ચે કરાર થયા બાદ શુક્રવાર 22 ઓક્ટોબરે આ નિર્ણય વિશે માહિતી આપવી., “ઈંગ્લેન્ડ પુરુષો અને ભારતીય પુરુષ ટીમ વચ્ચે LV ઈશ્યોરેંસ ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચનો કાર્યક્રમ ફરીથી નક્કી થયો છે અને આ જુલાઈ 2022માં રમાશે. ભારતીય ટીમ ટેસ્ટ સીરીક્જની પાંચમી મેચનો કાર્યક્રમ ફકરવામાં આવ્યું છે અને તે જુલાઈ 2022 માં રમાશે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વચ્ચે થયેલા કરાર બાદ નિર્ણાયક ટેસ્ટ 1 જુલાઈ 2022 થી એજબેસ્ટન (બર્મિંઘમ) ખાતે રમાશે" . 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર