IND vs PAK, T20 World Cup 2021: પાકિસ્તાન નહી, Inzamam ul Haq એ ભારતને બતાવી T20 વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર
India vs Pakistan, ICC T20 World Cup 2021: ટી20 વિશ્વ કપ-2021માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK)ની વચ્ચે 24 ઓક્ટોબરે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવાનો છે. બંને ટીમો વચ્ચે ટી20 વિશ્વકપમાં 5 મુકાબલા રમાયા છે, જેમા બધી મેચ ભારતે પોતાને નામ કરી. વિશ્વકપમાં પાકિસ્તાનનો રેકોર્ડ ભારત સામે ખૂબ જ ખરાબ રહ્યો છે. આવામાં પૂર્વ પાકિસ્તાની કપ્તાન ઈંજમામ ઉલ હક (Inzamam ul Haq) એ ભારતને ખિતાબનો પ્રબળ દાવેદાર બતાવ્યો છે.
ઈંજમામ ઉલ હક મુજબ વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીવાળી ટીમ યૂએઈની પરિસ્થિતિમાં શાનદાર પ્રદર્શન કરશે, કારણ કે તે એ પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે. ઈંજમામે પોતાના યૂટ્યુબ ચેનલ પર કહ્યુ, દરેક ટૂર્નામેંટમાં કોઈ ટીમ પ્રબળ દાવેદાર હોય છે પણ મને લાગે છે આ વિશ્વકપમાં ભારતની જીતવાની આશા વધુ છે. કારણ કે તે આ પરિસ્થિતિઓને સારી રીતે જાણે છે.
ઇન્ઝમામે ઓસ્ટ્રેલિયા સામે ભારતના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “ભારત ઓસ્ટ્રેલિયા સામે ખૂબ જ સરળતાથી રમ્યું. ભારતની ટીમ ઉપમહાદ્વિપની પિચો પર શાનદાર રમત બતાવે છે. તેમણે કહ્યું કે જો માત્ર આ મેચ જોવા જઈએ તો તેમને વિરાટ કોહલીની જરૂર પણ ન પડી.
જો કે, ઇન્ઝમામે એ નથી કહ્યું કે ભારત અને પાકિસ્તાનમાંથી સુપર-12 માં કઈ ટીમ ઉપર રહેશે. વર્ષ 2007માં, ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને પોતાનુ એકમાત્ર ટી 20 ટાઇટલ જીત્યું હતું.