IND vs PAK, T20 World Cup : ભારતની હારના 5 ગુનેગાર, જેના કારણે બદલાઈ ગયો ઈતિહાસ

સોમવાર, 25 ઑક્ટોબર 2021 (08:27 IST)
દુબઈ.  T20 વર્લ્ડ કપ 2021માં(T20 World Cup 2021) પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવ્યું. વનડે અને ટી 20 વર્લ્ડ કપના 29 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાને ભારતીય ટીમને હરાવી હતી. મેચ (India vs Paksitan) માં, ટીમ ઇન્ડિયાએ પ્રથમ રમતી વખતે 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 17.5 ઓવરમાં વિના વિકેટે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. કેપ્ટન બાબર આઝમે(Babar Azam)  અણનમ 68 અને મોહમ્મદ રિઝવાને (Mohammad Rizwan)  અણનમ 78 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરી શકી નથી. હારના 5 હારની વાત કરીએ તો રોહિત શર્મા, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર અને સૂર્યકુમાર યાદવ મોખરે હતા. હારના 5 કારણો આ પ્રમાણે છે.

ભારતની હારના પાંચ ગુનેગાર 
 
1.  ઓપનિંગની જોડી ફેલ - કોઈપણ મેચમાં ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી ઓપનરોની હોય છે. પરંતુ ભાતે માત્ર 6 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા તો ગોલ્ડન ડક થયો હતો. તો રાહુલ 8 બોલમાં માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. 
 
2. યુવા પર મુકેલો વિશ્વાસ ફેલ - યુવા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પાસે ટીમને ઘણી આશા હતી. આજે સૂર્યકુમાર યાદવ પાસે ટીમને મોટા સ્કોર તરફ લઈ જવાની જવાબદારી હતી. પરંતુ તે પણ માત્ર 11 રન બનાવી હસન અલીની ઓવરમાં આઉટ થઈ ગયો હતો. 
 
3. કોહલીની વિકેટ બચાવતી બેટિંગ - ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ભલે આજે અડધી સદી ફટકારતા 57 રન બનાવ્યા હોય, પરંતુ વિરાટે 49 બોલનો સામનો કર્યો હતો. વિરાટ કોહલીએ ધીમી બેટિંગ કરી હતી. તેની સ્ટ્રાઇક રેટ માત્ર 116.33ની રહી હતી. આમ કોહલીની ધીમી બેટિંગ પણ ભારતને ભારે પડી હતી. 
 
4. અનુભવી બેટ્સમેન થયા ફેલ - ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું ફોર્મ પણ આજે ખરાબ જોવા મળ્યું હતું. શમીની ઓવરમાં બાબર અને રિઝવાને શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. શમીએ 3.5 ઓવરમાં 43 રન આપી દીધા હતા. 
 
5. આ સ્પિનરોનુ ખરાબ પ્રદર્શન  - ભારત આજે રવિન્દ્ર જાડેજા અને વરૂણ ચક્રવર્તી બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતર્યું હતું. વરૂણ ચક્રવર્તીને મિસ્ટ્રી બોલર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ જાડેજા અને ચક્રવર્તી એકપણ વિકેટ ઝડપી શક્યા નહીં. જાડેજાએ 4 ઓવરમાં 28 અને ચક્રવર્તીએ 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. 

 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર