ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ શરૂ થવામા થોડોક જ સમય બચ્યો છે. ગ્રુપ એ ની આ મેચ દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે પાંચ વાગ્યાથી રમાશે. આ મેચ પહેલા બંને ટીમો કમર કસીને તૈયાર છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે ગઈકાલે હોંગકોંગને 26 રનથી હરાવ્યુ તો બીજી બાજુ પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં હોંગકોંગને 8 વિકેટથી માત આપી હતી.
ભારતીય ટીમને એકબાજુ વિરાટ કોહલીની કમી લાગી તો બીજી બાજુ પાકિસ્તાન પ્રથમ મેચમાં જોરદાર ફોર્મમાં જોવા મળ્યુ. એશિયા કપનો શેડ્યુલ જ્યારથી જાહેર થયો છે ત્યારથી દુનિયાભરના ક્રિકેટ ફેન્સ આ મેચની રાહ જોઈ રહ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે અંતિમ મેચ એક વર્ષથી પણ વધુ સમય પહેલા રમાઈ હતી. ત્યારે ચેમ્પિયંસ ટ્રોફીના ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યુ હતુ.
ચાલો એક નજર નાખીએ આ મેચમાં બંને ટીમોના શક્યત પ્લેઈંગ ઈલેવન પર
ભારત - રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, કેએલ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પાંડ્યા/ખલીલ અહમદ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાન - ફખર જમા, ઈમામ ઉલ હક, બાબર આઝમ, શોએબ મલિક, સરફરાજ અહમદ,આસિફ અલી, શાદાબ ખાન, ફહીમ અશરફ, ઉસ્માન ખાન, મોહમ્મદ આમિર, હસન અલી.