ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતાં બે વિકેટના નુકસાન પર 165 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા 53 અને વિરાટ કોહલી 19 રને રમતમાં છે. મયંક અગ્રવાલ 77 રન બનાવી નાથન લાયનનો શિકાર બન્યો તે પહેલા તેણે બીજી વિકેટ માટે પૂજારા સાથે 116 રનની ભાગીદારી કરી હતી.
ટેસ્ટ મેચની સીરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. પિચ પર ઘાસ હોવા છતાં વિરાટે પિચને બેટીંગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિરાટે રોહિત શર્માની ગેરહાજરીમાં મેલબોર્ન ટેસ્ટમાં મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરનારા હનુમા વિહારના સ્થાને આજે ફરી એક વખત લોકેશ રાહુલને ઓપનિંગમાં સામેલ કર્યો, પણ ફરી એકવાર કેએલ રાહુલ નિષ્ફળ રહ્યો છે. કેવલ ફક્ત 6 રન બનાવી શક્યો. હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. રોહિત શર્મા અને ઈશાંત શર્માની જગ્યાએ ટીમમાં ઓપનર લોકેશ રાહુલ અને સ્પિનર કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.