Virat Kohli: બેંગલુરુમાં કોહલીની માલિકી ધરાવતી પબ્સ પર પુલીસની એક્શન, જાણો શુ છે કારણ

મંગળવાર, 9 જુલાઈ 2024 (12:40 IST)
virat kohali
 તાજેતરમાં જ ટી20 વિશ્વકપનો ખિતાબ જીતીને પરત ફરેલા ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના માલિકાના હકવાળા પબ્સ પર પોલીસે કાર્યવાહી કરી છે. કોહલી સાથે જોડાયેલ પબ્સ પર બેંગલુરુના એમજી રોડ પર રિપોર્ટ નોંધાવી છે.  ઉલ્લેખનીય છે કે કોહલી વિશ્વ કપ જીત્યા પછી સ્વદેશ પરત ફર્યા હતા અને તેમણે ટીમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ તેઓ મુંબઈમાં વિજય પરેડમાં પણ સામેલ થયા હતા. 
 
બેંગલુરુ પોલીસના ડીસીપી સેંટ્રલે કહ્યુ, અમે અગાઉની રાત્રે ત્રણ-ચાર પબ્સ પર કાર્યવાહી કરી છે જેના પર મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી પબ ખુલુ રાખવાનો આરોપ છે.  અમને પબમાં ઝડપી અવાજમાં ગીત ગાવાની ફરિયાદ મળી હતી.  પબ્સને ફક્ત રાત્રે એક વાગ્યા સુધી ખુલ્લુ રાખવાની અનુમતિ છે અને ત્યારબાદ કોઈ પણ પબ ખુલ્લુ રહી શકતુ નથી. 

 
મીડિયા રિપોર્ટ મુજબ કોહલી પરિવાર સાથે લંડનમાં છે. કોહલીએ ટી20 વિશ્વકપ ફાઈનલ પછી ટી20 આંતરરાષ્ટ્રીયમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. રિપોર્ટ મુજબ કોહલી શ્રીલંકા વિરુદ્ધ આ મહિનાના અંતમાં રમાનારી વનડે સીરિઝમાં પણ ભાગ નહી લે.   

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર