કુદરતી હવા દ્વારા 24 કલાકમાં 3 ટન મેડિકલ ઓક્સિજન, કોવિડ વોર્ડમાં થઇ રહ્યો છે સપ્લાય

શનિવાર, 24 એપ્રિલ 2021 (14:45 IST)
કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. કોરોના દર્દીઓથી સરકારી અને ખાનગી હોસ્પિટલ લગભગ ફૂલ થઇ ગઇ છે. એવામાં ઓક્સિજનની સમસ્યા સર્જાઇ રહી છે. સુરત શહેરના ન્યૂ સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીની પરિસ્થિતિમાં દરરોજ 55 થી 60 ટન ઓક્સિજનની ખપત થઇ રહી છે. વધતી જતી માંગને જોતાં હવે કુદરતી હવા દ્વારા પણ મેડિકલ ઓક્સિજન બનાવવાની તૈયારી છે. આ નવી ટેક્નોલોજી દ્વારા એકવારમાં 100 કોરોના દર્દીઓને ફાયદો પહોંચાડી શકાય છે. 
 
કુદરતી હવાથી બનશે 2 થી 3 ટન મેડિકલ ઓક્સિજન
કેંદ્ર સરકારે દેશના અલગ અલગ રાજ્યોમાં જન સ્વાસ્થ્ય કેંદ્ર પર 162 સ્વિંગ એડઝોર્પશન પ્લાન્ટને મંજૂરી આપી છે. સિવિલ પરિસરમાં નર્સિંગ કોલેજ અને સેંટ્ર્લ મેડિકલ સ્ટોરની પાસે સ્વિંગ એડઝોર્પશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે જે 24 કલાકમાં કુદરતી હવા વડે 3 ટન મેડિકલ ઓક્સિજન તૈયાર કરી રહ્યો છે. આ ઓક્સિજનની સીધી સપ્લાય કોવિડ વોર્ડમાં ભરતી કોરોના સંક્રમિત દર્દીઓને કરવામાં આવે છે. 
 
સરકારી મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર અને કોવિડ 19 હોસ્પિટલના ઇંચાર્જ ડો. નિમેષ વર્માએ જણાવ્યું કે 3-4 મહિલા પહેલાં કેંદ્ર સરકારને નિર્દેશ આપ્યાહ અતા. ત્યારબાદ પ્લાન્ટને ઇંસ્ટોલ કરવા માટે ટેંક સહિત અન્ય સામગ્રીની સપ્લાય આવશે. ત્યારબાદ પીઆઇયૂએ સ્ટ્રક્ચર બનાવ્યું અને હવે સ્વિંગ એડજોર્પશન પ્લાન્ટ તૈયાર થઇ ગયો છે. 
 
કેવી રીતે કામ કરશે નવી મશીન
આ નવી મશીન કયા પ્રકારે કામ કરે છે, તેના પર પણ વિસ્તારથી જણાવવામાં આવશે. સુરતના ન્યૂ સિવિલ હોસ્પિટલમાં આ પ્લાન્ટમાં પ્રાકૃતિ હવાને કમ્પ્રેશરથી ટેંકમાં ભરવામાં આવે છે. ત્યારબાદ તેમાં અન્ય તત્વ નિકાળવા માટે હવાને ફિલ્ટર કરે છે. તેમાં બીજા તત્વ અલગ થઇ જાય છે અને પ્યોર ઓક્સિજનને એક અલગ ટેંકમાં સ્ટોર કરવામાં આવે છે. પછી પાઇપલાઇન દ્વારા દર્દીઓ સુધી પહોંચાડવામાં આવે છે. 24 કલાકમાં હવાથી તૈયાર થનાર મેડિકલ ઓક્સિજન વડે 100 દર્દીઓની સારવાર કરી શકાય. 
 
સુરતમાં લગાવવામાં આવેલા આ નવા પ્લાન્ટના લીધે આશાની નવી કિરણ જાગી છે. ફક્ત એટલું જ નહી, આ નવી ટેક્નોલોજીના લીધે લિક્વિડ ઓક્સિજન પર પણ નિર્ભરતા ઓછી થઇ જશે અને જરૂરિયાતમંદોને સમય રહેતાં ઓક્સિજનની આપૂર્તિ થઇ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર