ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસ 23 નવા કેસ સામે આવ્યા, જેથી રાજ્યમાં કોવિડ-19 રોગીઓની સંખ્યા વધીને 538 થઇ ગઇ છે. તો બીજી તરફ બે સંક્રમિતોના મોતની સાથે ગુજરાતમાં તેનાથી મૃતકોની સંખ્યા 26 સુધી પહોંચી ગઇ છે. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે સોમવારે 22 કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદ 13, આણંદ 1, વડોદરા 1, બનાસકાંઠા 2, અને સુરતમાં 5 નવા કેસ નોંધાયા છે. તેમણે જણાવ્યું હતું કે ગત 24 કલાકમાં 13257 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 538 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 4 લોકો વેન્ટિલેટર પર છે, 461 વ્યક્તિઓ સ્ટેબલ છે અને 47 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
હવે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો કહેર પહોંચી ગયો છે. જિલ્લામાં પ્રથમ બે કેસ સામે આવ્યા બાત તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. પાંચ વર્ષનું એક બાળક કોરોનાનું ભોગ બન્યું છે. વાવ તાલુકાના મિઠાવી ચારણ ગામમાં પાંચ વર્ષનો બાળક કોરોનાનો શિકાર બન્યો છે. તો પાલનપુરમાં એક 55 વર્ષીય વૃદ્ધ પણ કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે