મુખ્યપ્રધાનના નિવાસ સ્થાનને પણ ક્વોરન્ટીન કરવામાં આવે તેવી શક્યતા

બુધવાર, 15 એપ્રિલ 2020 (14:48 IST)
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા મુખ્યપ્રધાન સહિત ઇમરાનને મળેલા અન્ય મંત્રીઓ, અધિકારીઓ ઉપરાંતના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. જેમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાનના સલામતી રક્ષકો અને મંત્રી નિવાસના ગેટ પરના સલામતી રક્ષકો સહિત અનેકની મેડિકલ ચકાસણી કરવામાં આવે તેવી શક્યતા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઇમરાન સાથેની બેઠક પછી જે જે લોકોને મળ્યા એમની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. તેમના પણ ચેક અપ થાય તેમ છે.  જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ બપોર બાદ જે લોકોને મળ્યા તેમના પણ રિપોર્ટ કાઢવામાં આવે તેમ છે.ઇમરાન ખેડાવાલા સાથે રહેલા અન્ય ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ બંને ધારાસભ્યોને હોમ ક્વોરન્ટીન કરાયા છે.  ઇમરાન ખેડાવાલાના પરિવારના સભ્યોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે.તમામ હોમ ક્વોરન્ટીન કરાયા છે. ઈમરાનના ડ્રાઈવરનો અને ભત્રીજાના પણ સેમ્પલ લેવાયા છે અને હોમ ક્વોરન્ટીન કરાયા છે. દરમિયાન ધારાસભ્યો સચિવાલય જતાં ત્યાંના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર