Happy Janmashtami 2020 : મિત્રોને મોકલો આ જન્માષ્ટમીનો શુભેચ્છા સંદેશ, ફોટો અને SMS

મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (12:30 IST)
આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 11 અને 12 ઓગસ્ટે  બે દિવસ માટે ઉજવવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી પર રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગ્યે થયો હતો. ઉદયા તિથિની અષ્ટમી 12 ઓગસ્ટના રોજ હોવાથી, ગૃહસ્થ લોકો 12 ઓગસ્ટ, 2020 (બુધવારે) જન્માષ્ટમીના ઉપવાસ અને જન્મજયંતિની ઉજવણી કરશે. સાથે જ  સાધુ-સન્યાશી અને શૈવ ધર્મના લોકો 11 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરી શકે છે.
કોરોના સંક્રમણ સંકટને ધ્યાનમાં રાખતા આ વર્ષે મથુરાના જન્માસ્થાન મંદિરમાં 10 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યાથી 13 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધી મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાંકે બિહારીના મંદિર સહિત અન્ય  મોટા મંદિરોમાં ભક્તો પ્રવેશ કરી શકશે નહીં
 
અન્ય તહેવારોની જેમ જ જન્માષ્ટમી નિમિત્તે પણ તમે તમારા મિત્રો અને સબંધીઓને શુભેચ્છા સંદેશાઓ, જન્માષ્ટમી છબી (ઈમેજ) , હેપ્પી જન્માષ્ટમી શાયરી વગેરે મોકલીને એક બીજાને અભિનંદન આપો. કોરોના સંક્રમણ દરમિયાન એકબીજા ખબર પૂછવાનુ સાધન પણ હોઈ શકે છે. અમે તમારા માટે કેટલીક જન્માષ્ટમી છબીઓ અને સંદેશ લાવ્યા છીએ, જેને તમે તમારા સગા-સબંધીઓને શેર કરી શકો છો
 
અષ્ટમી તિથિ 
11 ઓગસ્ટ 2020, મંગળવાર - અષ્ટમી તારીખ શરૂ  09:06 AM.
12 ઓગસ્ટ 2020, બુધવાર - અષ્ટમી તારીખ સમાપ્ત - 11: 16 AM
 
જન્માષ્ટમી પૂજા મુહૂર્ત-
 
12 ઓગસ્ટ 2020, બુધવાર - 12:05 થી બપોરે 12:47 સુધી.

 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર