કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

બુધવાર, 23 ઑક્ટોબર 2024 (09:25 IST)
કાળી ચૌદસને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આ તહેવાર ઉજવવાની પરંપરા છે. આ દિવસે એક દીવો દાન કરવાથી અને ભગવાન હનુમાનની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો કે, વર્ષ 2024ની કાળી ચૌદને લઈને મૂંઝવણ છે. લોકોના મનમાં પ્રશ્ન એ છે કે કાળી ચૌદ કઈ તારીખે ઉજવવામાં આવશે, 30મી કે 31મી ઓક્ટોબર? જો આ સવાલ તમારા મનમાં પણ છે તો ચાલો જાણીએ જવાબ.
 
પંચાંગ અનુસાર ચતુર્દશી તિથિ
 
હિંદુ કેલેન્ડર મુજબ ચતુર્દશી તિથિ 30 ઓક્ટોબરે બપોરે 1.16 વાગ્યે શરૂ થશે. જ્યારે ચતુર્દશી તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3.54 વાગ્યા સુધી રહેશે. માન્યતાઓ અનુસાર, કાળી ચૌદસનો તહેવાર કારતક, કૃષ્ણ ચતુર્દશીની રાત્રે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં કાળી ચૌદસનો તહેવાર 30 ઓક્ટોબરે ઉજવવો યોગ્ય રહેશે. ચતુર્દશી તિથિ 30મીની રાત્રે જ રહેશે.
 
કાળી ચૌદસની પૂજાનુ મહત્વ   
 
કાળી ચૌદશ  એટલે ઘરમાંથી કંકાસ  કાઢવાનો દિવસ. કાળી ચૌદશની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે મહાકાળીની પૂજાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. ઉપરાંત આ આ દિવસે આત્માઓને પણ ભોગ ધરાવવામાં આવે છે, જેથી તેઓ પણ ખુશ થાય છે. શનિ દોષને દૂર કરવા માટે આ દિવસને શનિ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની પૂજાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. દુશ્મનોએ પરિવાર પર કોઇ કાળી વિદ્યા કરી હોય તો, તે પણ દૂર થાય છે.  
 
કાળી ચૌદસની પૌરાણિક કથા   
 
 લોકવાયકા મુજબ, ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો, મા કાલિએ રાક્ષસોનો નાશ કર્યો હતો, અને અધર્મ પર ધર્મનો વિજય થયો હતો. બીજી એક કથા પ્રમાણે, રંતિ દેવ નામનો એક રાજા હતો, રાજા આદર્શ હતો પરંતુ અજાણતા રાજાએ કેટલાક પાપ કર્યા હતા જેના કારણે તેને શ્રાપ મળ્યો, અને તેની મૃત્યુનો સમય નજીક આવી ગયો. રાજાની પત્નીએ પોતાના પતિની રક્ષા માટે આખા મહેલમાં દીવા પ્રગટાવ્યા અને આભૂષણોને દરવાજા પાસે એક જગ્યાએ એકઠા કર્યા અને યમદૂત સાપના રૂપમાં મહેલમાં પ્રવેશ્યા, પરંતુ પ્રકાશની ચમકથી સાપની આંખો સમક્ષ અંધકાર છવાઈ ગયો હતો.  અને રાજાનો જીવ બચી ગયો હતો.ત ત્યારબાદ સાપે યમદૂતના રૂપમાં દર્શન આપ્યા ત્યારે રાજાએ તેના પાપ વિશે પૂછ્યું  હતું. ત્યારે યમદૂતે જવાબ આપ્યો કે એકવાર તમે તમારા દરવાજેથી એક બ્રાહ્મણને ભૂખ્યો જવા દીધો હતો. આ તમારા પાપોનું ફળ છે, રાજાએ યમરાજ પાસે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે થોડો સમય માંગ્યો. યમદૂતે રાજાને એક વર્ષનો સમય આપ્યો. બીજા દિવસે રાજાએ ઋષિમુનિઓની પાસે જઈને પોતાની તકલીફો જણાવી અને પાપોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પૂછ્યો. ઋષિએ કહ્યું કે તમે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનું વ્રત કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેમની સામે થયેલા અપરાધોની માફી માગો. રાજાએ એવું જ કર્યું. આ રીતે રાજાને પાપોમાંથી મુક્તિ મળી અને વિષ્ણુલોકમાં સ્થાન મળ્યું. ત્યારથી કાળી ચૌદસનો તહેવાર ઉજવવામાં આવે છે. 
 
આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી સુરા શક્તિઓનો નાશ થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. આ કારણોસર, કાળી ચૌદસનો દિવસ અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવે છે અને ઘરને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે.  
 
કાળી ચૌદસ  પર કરો આ ઉપાય, થશે ફાયદો
 
 -કાળી ચૌદસ  ના દિવસે ઘરની દક્ષિણ દિશામાં યમના નામનો દીવો પ્રગટાવો. આવું કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. - દેવી કાલીની પૂજા કરવાથી તમે ઘણા સુખદ પરિણામો પણ મેળવી શકો છો. આ દિવસે દેવી કાલીને જાસૂદના ફૂલ ચઢાવો અને કોડી ચઢાવો. 
- ભગવાન હનુમાનની પૂજાની સાથે-સાથે જો તમે હનુમાન મંદિરમાં જઈને ચોલા, સિંદૂર અને ચમેલીના તેલનો અર્પિત કરો છો તો તમને જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે.
- આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે. જો તમે આ દિવસે લક્ષ્મીની પૂજા કરતી વખતે પીળા રંગની કોડી ચઢાવો છો, તો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસે છે. નાણાકીય લાભ મળે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર