Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
Brahmacharini mata Navratri
Brahmacharini mata - બ્રહ્મચારિણી માતાની નવરાત્રીના બીજા દિવસે પૂજા કરવામાં આવે છે. માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે - વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ 'બ્રહ્મ' શબ્દનો અર્થ છે. અન્ય નામ તપશ્ચરિણી, અપર્ણા અને ઉમા છે.
બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાની રીત
બ્રહ્મચારિણી માતાની પૂજા કરતી વખતે સૌથી પહેલા હાથમાં ફૂલ લઈને તેમનું ધ્યાન કરો અને પ્રાર્થના કરતી વખતે નીચે આપેલા મંત્રનો પાઠ કરો.