કોરોનાથી મોટી રાહત, 44 દિવસ પછી મળ્યા આટલા ઓછા કેસ, અઢી લાખથી વધુ લોકો થયા રિકવર

શુક્રવાર, 28 મે 2021 (11:39 IST)
દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડા વચ્ચે રાહતના મોટા સમાચાર મળ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,86,364 નવા કેસ નોંધાયા છે, જે 44 દિવસમાં સૌથી ઓછા આંકડા છે. ભલે આ સંખ્યા ખૂબ ઓછી નથી પણ અગાઉના દિવસોના મુકાબલે રાહત જરૂર છે.  આ સાથે જ દેશમાં કોરોનાનાકુલ કેસનો અઅ56કડો હવએ 2.75 કરોડને પાર પહોચી ગયો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાને કારણે 315,235 લોકોના મોત થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં એક બાજુ નવા કેસ 2 લાખથી ઓછી રહ્યા તો બીજી બાજુ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા તેનાથી અનેકગણી વધુ 2,59,459 રહી છે. જો કે મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક બનેલો છે.  છેલ્લા એક દિવસમાં દેશમાં કોરોનાથી 3660 લોકોના મોત થયા છે. 
 
15 દિવસથી સતત રિકવર થનારા લોકોની સંખ્યા નવા કેસથી વધુ 
 
દેશમાં નવા કેસના ઘટઆ અને ડિસ્ચાર્જ થનારાઓની સંખ્યા વધુ હોવાને કારણે કુલ એક્ટિવ કેસમાં પણ કમી આવી છે. છેલ્લા એક દિવસમાં કુલ એક્ટિવ કેસમાં 76,755 નો ઘટાડો થયો છે. આ સાથે, દેશમાં સક્રિય કોરોના દર્દીઓની કુલ સંખ્યા 23,43,152  રહી ગઈ છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાથી 2,48,93,410 લોકો રિકવર થઈ ચુક્યા છે. સતત 15 દિવસથી દેશમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા નવા મળનારા કેસોના મુકાબલે વધુ છે.  આ ટ્રેંડ આ વાતનો સંકેત છે કે કોરોના સંક્રમણની બીજી લહેર સતત નિયંત્રણમાં આવી રહી છે. 
 
દેશમાં 90 ટકાથી વધુ થયો કોરોના રિકવરી રેટ 
 
ભારતમાં કોરોના રિકવરી રેટ ભારતમાં વધીને 90.34% થઈ ગયો છે. આ ઉપરાંત સાપ્તાહિક કોરોના પોઝિટિવિટી રેટ હવે 10.42% પર આવી ગયો છે. બીજી બાજુ ડેલી પોઝીટિવિટે રેટની વાત કરીએ તો આ 9 ટકાની આસપાસ છે. છેલ્લા 4 દિવસથી સતત આ આંકડો 10 ટકાથી ઓછો બનેલો છે. અત્યાર સુધી દેશમા6 20.57 કરોડ ડોઝ લગાવાઈ ચુક્યા છે.   છે  સમયે, જ્યારે તે દૈનિક સકારાત્મકતા દરની વાત આવે છે ત્યારે તે 9 ટકાની નજીક છે. છેલ્લા 4 દિવસથી, આ આંકડો 10% કરતા ઓછો રહ્યો છે. આ ઉપરાંત, કોરોના ટેસ્ટનો રોજનો આંકડો પણ દરરોજ 20 લાખની નિકટ છે. આ બતાવે છે કે ઝડપી રસીકરણ અને ટેસ્ટિંગને લીધે કોરોનાને કાબૂમાં લેવામા મદદ મળી રહી છે. આ સિવાય દેશના તમામ રાજ્યોમાં લાદવામાં આવેલી પ્રતિબંધોએ પણ કોરોનાની ગતિ ઘટાડવાનું કામ કર્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર