Covid વેક્સીનેશન સર્ટીફીકેટ સોશિયલ મીડિયા પર શેયર કરવુ નાખી શકે છે મુશ્કેલમાં સરકારએ રજૂ કરી ચેતવણી

ગુરુવાર, 27 મે 2021 (18:54 IST)
ભારતમાં  કોરોનાને ખત્મ કરવા માટે વેક્સીનેશન ડ્રાઈવ ચાલી રહ્યુ છે. આ સમયે દેશમાં 18 વર્ષથી વધારે ઉમ્રના લોકોને વેક્સીન લગાવાય રહી છે. જેના કારણે વેક્સીનેશનને બુક કરાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવુ પડી રહ્યો છે . COVID-19 વેક્સીનેશન માટે સ્લૉટ મળવુ આ સમયે લોકો માટે ખુશીની વાત થઈ ગઈ છે. COVID-19 વેકસીનેશન પછી સરકાર બધા માટે એક વેક્સીનેશન સર્ટીફીકેટ રજૂ કરી રહે છે. જેને લોકો સોશિયલ મીડિયા પર શેયર કરી રહ્યા છે. તેને લઈને તમને તેનાથી સાવધ રહેવુ જોઈએ. 
 
સાઈબર મિત્ર અકાઉંટ લોકોને સાવધાન 
ગૃહ મંત્રાલય એ સાઈબર મિત્ર અકાઉંટથી ટ્વિટર પર પોસ્ટ કર્યુ છે. સરકારએ ટ્વીટ કરી રહ્યા છે કે કોવિડ 19 વેક્સીને સર્ટીફીકેટને ઑનલાઈન શેયર ન કરવું. કારણ કે વેક્સીન સર્ટીફીકેટમાં તમારું નામ અને બીજા પર્સનલ જાણકારી હોય છે. આ જાણકારીઓનો ઉપયોગ દગો કરવા માટે કરી શકાય છે. આવી સ્થિતિમાં તેનાથી સાવધાની રાખવી જોઈએ.
 
વેક્સીન સર્ટીફીકેટની ક્યારે પડી શકે છે જરૂર 
દરેક ડોઝ પછી સરકાર એક સર્ટીફીકેટ રજૂ કરે છે જેમાં તમારી પર્સનલ જાણકારી હોય છે. વેક્સીનનો આ સર્ટીફીકેટ ભવિષ્યમાં ઈંટરનેશનલ ટ્રેવલ સાથે ઘણી વસ્તુઓ માટે જરૂરી થઈ શકે છે. COVID-19 વેક્સીનેશન  સર્ટીફીકેટને તમે આરોગ્ય સેતુ એપ કે કોવિન વેબસાઈટથી ડાઉનલોડ કરી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર