બાળકોને બીજાની સામે ઠપકો આપવાના નુકશાન
- જ્યારે માતા-પિતા તેમના બાળકોને બહારના લોકોની સામે ઠપકો આપે છે, તો તેનાથી બાળકનું આત્મસન્માન ઘટે છે. જાહેરમાં ઠપકો આપવામાં આવે તો બાળક બેશરમ થવા લાગે છે.
સાચો રસ્તો શું છે
બાળક જ્યારે ભૂલ કરે ત્યારે તેને ખૂબ જ પ્રેમથી સમજાવવું જોઈએ. જો તમે ઠપકો આપતા હોવ તો પણ ધ્યાન રાખો કે ત્યાં કોઈ બહારનો વ્યક્તિ ન હોવો જોઈએ. માતા-પિતાએ બાળકોની ભૂલોને સાર્વજનિક સ્થળોએ સુધારવાને બદલે ઘરમાં શાંત અને સકારાત્મક રીતે સંભાળવી જોઈએ. આનાથી બાળકોના ભાવનાત્મક, આત્મસન્માન અને સ્વસ્થ માનસિક વિકાસને પ્રોત્સાહન મળશે.