પાટીદાર આંદોલન સમિતીના કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ

શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (14:46 IST)
વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં તોડજોડનું રાજકારણ ચરમસીમા પર છે. જેમાં પણ હાલ વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઈ છે. જેમાં સુરતના પાટીદારોને રીઝવવા માટે અલ્પેશ કથીરિયાને ભાજપમાં સામેલ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ દરમ્યાન પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી કે જો પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચે તો વિચારીશું. તેમજ આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને નોકરી મળે. જો ભાજપ આ બંને મુદ્દાનો ઉકેલ લાવે તો વિચારીશું. તેમજ સત્તા પક્ષ કે વિપક્ષમાંથી જે પણ ઉકેલ લાવશે તેની સાથે જઇશ.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના પાટીદાર આંદોલનના ચહેરા રહેલા હાર્દિક પટેલે પણ કોંગ્રસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. જેમાં ભાજપને ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસરના લીધે બેઠકોમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે ભાજપે આ વર્ષે પાટીદાર વોટબેંકને અંકે કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.બીજી તરફ અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાવવાની ચાલતી ચર્ચા પર કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું કે, 
અલ્પેશને રાજકારણમાં આવવા માટે ભાજપ, આપ અને કોંગ્રેસ ત્રણેય પાર્ટીએ આમંત્રણ આપ્યું છે
. મારે અલ્પેશ કથીરિયા સાથે ગઈકાલે જ વાત થઇ છે. 
અલ્પેશ કથીરિયાએ પાટીદાર સમાજની કેટલીક માંગણીઓ ભાજપ સમક્ષ મૂકી છે 
ભાજપ પાટીદાર સમાજની માંગ સંતોષશે તો ભાજપમાં જોડાઇશ તેવું અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું. 
પાટીદાર અનામત આંદોલન સમયે મૃત્યુ પામેલા 14 લોકોના પરિવારજનોને નોકરી આપવામાં આવે, પાટીદાર સમાજના યુવાનો પર થયેલ કેસ પરત ખેંચવામાં આવે તો ભાજપમાં જવા માટે વિચારીશ. 
વર્ષ 2015થી 2022 એટલે કે 7 વર્ષ સુધી અમારી પાટીદાર સમાજની માંગ નથી સંતોષી જો સંતોષવી હોત તો અત્યર સુધીમાં ભાજપે સંતોષી હોત 
સરકારમાં બેઠેલા લોકોની પાટીદાર સમાજ પ્રત્યેની ઘૃણા છે એ વાત સ્પષ્ટ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર