સર્વોચ્ચ અદાલતએ પ્રદૂષણમુક્ત પર્યાવરણએ નાગરિકનો બંધારણીય અધિકાર
દિલ્હીમાં વાયુપ્રદૂષણ મુદ્દે બુધવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થઈ હતી. એ દરમિયાન અદલાતે અવલોક્યું હતું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રદૂષણમુક્ત પર્યાવરણએ નાગરિકોનો અધિકાર છે.
જસ્ટિસ અભય ઓક્કા, જસ્ટિસ એ. અમાનુલ્લાહ તથા જસ્ટિસ ઑગસ્ટિન જ્યૉર્જ મસીહની બૅન્ચે અવલોક્યું હતું કે પરાળ બાળવીએ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ અનુચ્છેદ 21 હેઠળ આપવામાં નાગરિકોના
મૂળભૂત અધિકારનો ભંગ છે.
કાયદાકીય બાબતોનું રિપૉર્ટિંગ કરતી વૅબસાઇટ લાઇવ-લૉના અહેવાલ પ્રમાણે, બૅન્ચે કેન્દ્ર સરકાર, પંજાબ સરકાર તથા હરિયાણા સરકારની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા.