દિલ્હીમાં શિયાળો શરૂ થતાં જ પ્રદૂષણ, મોટા ભાગના વિસ્તારોમાં હવા 'ખૂબ ખરાબ'
સોમવાર, 21 ઑક્ટોબર 2024 (18:24 IST)
Delhi pollution- શિયાળો શરૂ થતાંની સાથે જ દિલ્હીમાં વાયુપ્રદૂષણની સમસ્યા વકરી રહી છે. સોમવાર સવારને હવાની ગુણવત્તાની દૃષ્ટિએ 'ખરાબથી ખૂબ જ ખરાબ'ની શ્રેણીમાં મૂકવામાં આવી હતી.
દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 250થી વધુ હતો, જે 'ખરાબ'ની શ્રેણી સૂચવે છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વેબસાઇટના ડેટા મુજબ, દિલ્હીના આનંદવિહાર તથા અન્ય કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર 350 આસપાસ રહ્યું હતું. 300 કરતાં વધુ પ્રદૂષણને 'ખૂબ ખરાબ'ની શ્રેણીમાં
મૂકવામાં આવે છે.
રવિવારે દિલ્હીનાં મુખ્ય મંત્રી આતિશી માર્લેના તથા રાજ્યના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે આનંદવિહારની મુલાકાત લીધી હતી. તેમણે પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે લેવામાં આવેલાં પગલાંની પણ સમીક્ષા કરી હતી.
માર્લેનાએ કહ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે એમસીડી તથા પીડબલ્યુડી વિભાગ કટિબદ્ધ છે.