ચાલો જાણીએ કિડનીને સાફ કરવાના ઘરેલુ ઉપાય
1. લીલા ધાણા - એક મુઠ્ઠી ધાણાના પાનને સારી રીતે ધોઈ લો. તેના નાના નાના ટુકડા કરી 1 લીટર પાણીમાં નાખો. તેમા થોડો અજમો પણ મિક્સ કરી લો. ઘાણાના પાન, અજમો અને પાણીને ધીમા તાપ પર 10 મિનિટ સુધી પકવો. તેને ઠંડુ કરી દરરોજ ખાલી પેટ એક ગ્લાસ સતત સેવન કરવાથી પેશાબ સાથે બધી ગંદકી બહાર આવવા માંડે છે.
3. ગોછુર લીમડાની છાલ પીપળની છાલ
25-25 ગ્રામ ત્રણેયને મિક્સ કરીને અડધો લીટર પાણીમાં ઉકાળો અને જ્યારે પાણી 100 મિલીમીટર બચી જાય ત્યારે ગાળીને મુકી દો અને સવાર સાંજ ખાલી પેટ 50-50 ML સતત સેવન કરવાથી કિડની ઠીક રીતે કામ કરવા માંડે છે.
4. આદુની ચા - કિડનીને સ્વચ્છ અક્રવા માટે આદુની ચા ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. એક મોટી ચમચી ઓર્ગેનિક મઘ લો. એક નાનકડી ચમચી દળેલી હળદર, નાની ચમચી વાટેલો આદુ, એક કપ પાણી, અડધો કપ નારિયળનુ દૂધ, પાણીને ગરમ કરીને આદુ અને હળદરને 10 મિનિટ ઉકાળી લો અને 1 કપમાં દૂધ અને મધ મિક્સ કરીને ચા ને નાખો. ચા ને રોજ ખાલી પેટ પીવી ખૂબ લાભદાયક હોય છે.