જૂનાગઢમાં બે વર્ષનું બાળક પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયુ, સારવાર માટે રાજકોટ ખસેડાયું

મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (13:07 IST)
A two-year-old boy fell from a first-floor gallery in Junagadh
શહેરમાં મકાનના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક રમતાં રમતાં નીચે શેરીમાં પટકાયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. બાળક પટકાયની પરિવારજોને જાણ થતાં જ તેને પહેલાં જૂનાગઢની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
 
બાળકની હાલની સ્થિતિ સુધારા પર હોવાની વિગતો
જૂનાગઢ શહેરમાં આવેલી ગોકુલ નગર સોસાયટીમાં સાંઈકૃપા નામના મકાનના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક નીચે પટકાયું હતું. પરિવારજનોએ બાળકને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરને બાળકની વધુ સારવારની જરૂર લાગતાં જેને જૂનાગઢથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે, બાળકની હાલની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
સુરતમાં બે ઘટનાઓ બની હતી
થોડા સમય અગાઉ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપુરા ગામે એક એપાર્ટમેન્ટના ચોથા માળે ઘરની ગેલરીમાં એક દોઢ વર્ષનું બાળક રમી રમી રહ્યું હતું. એ દરમિયાન તે ચોથા માળેથી નીચે પડી જતાં તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બાળક પડી ગયું હોવાની જાણ ઘરમાં કામ કરી રહેલી બાળકની માતાને થતાં તેણે દોટ મૂકી હતી, પણ તેની પાસે માતા પહોંચે એ પહેલાં જ ગંભીર ઈજાઓના કારણે તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અરસામાં જ સુરતના સાયણની સિદ્ધિવિનાયક સોસાયટીમાં એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. માતા રસોઈ બનાવતી હતી એ વખતે ચોથા માળની ગેલરીમાં રમતું બે વર્ષના બાળકનું નીચે પટકાવાથી મૃત્યુ નીપજ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર