જૂનાગઢના દોલતપરામાં માતા-પિતાએ દીપડા સાથે બાથ ભીડી બાળકને બચાવ્યું

મંગળવાર, 28 નવેમ્બર 2023 (18:22 IST)
In Junagadh's Dolatpara, parents rescued a child from bathing with a leopard
ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થતાં માનવ પર હુમલાની ઘટનામાં પણ વધારો થયો છે. ચાર દિવસ પહેલાં પરિક્રમા દરમિયાન દીપડાએ એક તરુણીને ફાડી ખાધા બાદ હવે બે વર્ષના બાળક પર હુમલાની ઘટના બની છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા પરિવારનું બે વર્ષનું બાળક ફળિયામાં રમી રહ્યું હતું ત્યારે ત્રાટકેલો દીપડો તેનું માથું પકડી ભાગવા લાગ્યો હતો.

આ જ સમયે બાળકનાં માતા-પિતાની નજર પડતાં તેમણે દીપડા સામે બાથ ભીડી હતી અને બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમને સફળતા મળી હતી. જોકે દીપડાની ચુંગાલમાંથી બાળકને છોડાવતી સમયે બાળકના માથાના તમામ વાળ ચામડી સાથે નીકળી જતાં બાળકને ગંભીરી ઈજા પહોંચી હતી. હાલ તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું છે.જૂનાગઢના દોલતપરા વિસ્તારના કિરીટનગરમાં રહેતા સીડા પરિવારનું બે વર્ષીય બાળક ગઈકાલે સાંજે ઘરના ફળિયામાં રમી રહ્યું હતું. ત્યારે જ જંગલ વિસ્તારમાંથી ધસી આવેલા દીપડાએ તેનું માથું પકડી દીવાલ પર ચઢી ગયો હતો. આ જ સમયે બાળકનાં માતા-પિતાની નજર પડતાં જ દીપડા સામે બાથ ભીડી હતી અને બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતાએ દીપડાનો સામનો કરતાં દીપડો બાળકને મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે બાળકના માથાના તમામ વાળ ચામડી સાથે નીકળી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેને પ્રાથમિક સારવાર જૂનાગઢ અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર