રાજકોટનાં સાસુ-વહુએ સિલાઈકામથી ભેગા કરેલા પૈસા કોરોના દર્દીઓ માટે દાન કર્યા

ગુરુવાર, 13 મે 2021 (19:11 IST)
કોરોના મહામારીમાં અનેક દર્દીઓ સારવાર અને સુવિધા માટે હેરાન થઈ રહ્યા છે, એવા સમયે રાજકોટની નારીશક્તિ દર્દીઓની વહારે આવી છે.
 
રાજકોટમાં રહેતાં નિર્મલાબહેન દાવડા અને તેમનાં વહુ ખુશબુબહેન દાવડા કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર માટે મદદે આવ્યાં છે.
 
તેઓ સિલાઈકામ કરે છે અને તેમાંથી જે પૈસા મળ્યા છે તે કોરોનાના દર્દીઓની સારવાર માટે દાનમાં આપી દીધા છે.
 
એટલું જ નહીં તેઓ દર્દીઓ માટે ઓક્સિજનથી માંડીને જરૂર ચીજવસ્તુઓ પણ પૂરી પાડી રહ્યાં છે.
 
તેઓ માને છે કે આ મહામારીએ આપણે બધાની બને એટલી સેવા કરવી જોઈએ અને એક માણસ તરીકે બધાની મદદ કરવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર