ગુજરાતમાં ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સામાં ચોંકવાનારો વધારો થયો છે. સુરતના જમ્યા બાદ બેભાન થઈ જતાં રત્નકલાકારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કાપોદ્રા વિસ્તારમાં રહેતો 20 વર્ષીય રત્નકલાકાર જમ્યા બાદ આરામ કરતો હતો, એ દરમિયાન તે બેભાન થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું.
કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે શ્રીરામનગર સોસાયટીમાં રહેતો અશોકુમાર ગણેશપ્રસાદ કુમાર રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો. અશોકુમારનાં ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. અશોકુમાર 4 સપ્ટેમ્બરે રાતપાણીની નોકરી પૂર્ણ કરી 25 સપ્ટેમ્બરે સવારે ઘરે આવ્યો અને બપોરના જમીને સૂઈ ગયો હતો. પત્નીએ રાહુલને જગાડતાં જાગ્યો ન હતો અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ તપાસમાં અશોકકુમારનું હૃદય હુમલાનો કારણે મોત થયું હોવાની શક્યતા ડોક્ટરે વ્યક્ત કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.