સુરતના વેપારી પાસે છે સૌથી મોંઘી ગણેશજીની મૂર્તિ

મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (08:05 IST)
સુરતના વેપારી પાસે છે સૌથી મોંઘી ગણેશજીની મૂર્તિ. તેને અનકટ હીરામાંથી બનાવવામાં આવી છે. આ કારણથી આ પ્રતિમાની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જે દેશના સૌથી મોંઘા ગણેશ છે. વર્ષ 2016માં સુરતના વાર્ષિક હીરા પ્રદર્શનમાં પણ આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.
 
એક મીડિયા અહેવાલ અનુસાર ભગવાન ગણેશજીની અત્યાર સુધીની સૌથી મોંઘી મૂર્તિ ગુજરાતના સુરતના વેપારી રાજેશભાઈ પાંડવ પાસે છે.  500 કરોડ રૂપિયા  રાજેશ પાંડવ સુરતના કતારગામમાં રહે છે અને પોલીશીંગ યુનિટ ધરાવે છે.

આ સાથે રાજેશ પાંડવ અન્ય ઘણા પ્રકારનો બિઝનેસ કરે છે. રાજેશ પાંડવ અને તેમનો પરિવાર માને છે કે જ્યારથી ભગવાન ગણેશની આ મૂર્તિ તેમના ઘરમાં સ્થાપિત કરવામાં આવી છે ત્યારથી તેઓ કૂદકે ને ભૂસકે પ્રગતિ કરી રહ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર