સુરતમાં હીરા શોધવા લોકોની પડાપડી, એક વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા

રવિવાર, 24 સપ્ટેમ્બર 2023 (16:05 IST)
સુરતના બજારમાં એક વેપારીએ ગુસ્સામાં હીરા ફેંકી દેવાની વાત ચર્ચામાં આવી જ  લોકો હીરા શોધવા માટે રસ્તા પર આવી ગયા કેટલાક લોકોને હીરા મળ્યા પણ. અજીબોગરીબ ઘટના બની હતી.

રસ્તા પર હીરા નીચે પડેલા જોવા મળતા તેને શોધવા લોકોની પડાપડી થઈ હતી. રસ્તા પર મોટી સંખ્યામાં લોકો હીરા શોધવામાં જોડાયા હતા. એક હીરા વેપારી દ્વારા રસ્તા પર હીરા ફેંકી દેવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.
 
લોકો રસ્તા પર હીરા શોધવા નીચે બેસી ગયા. પરંતું મોટી સંખ્યામાં લોકો હીરા શોધવા ઉમટ્યા હતા. તો કેટલાક લોકોને હીરા મળ્યા પણ હતા. લોકો કામધંધો છોડીને હીરા શોધતા નજરે ચઢ્યા હતા. રોડ રસ્તા સાફ કરી હીરા શોધવા જોડાયા. લેબગ્રોન અથવા અમેરિકન હીરા હોવાનું સ્થાનિકોનુ અનુમાન છે.      

અમેરિકન ડાયમંડ રસ્તામાં કોઈ ફેંકી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રિયલ ડાયમંડ કે સિન્થેટિક સારી ક્વોલિટીના ડાયમંડ નથી પણ ઇમિટેશન જ્વેલરીમાં કે સાડીના કામમાં વપરાતા ડાયમંડ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ઘટના વાયુવેગે પ્રસરી ગઈ હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર