બીબીસી અર્થના શો બ્લુ પ્લેનેટ, ફ્રોઝન પ્લેનેટ, આફ્રિકા, લાઇફ સ્ટોરી વગેરેમાં લંડનના વૉઇસ ઑફ ગૉડ કહેવાતા વિશ્વ વિખ્યાતઅભિનેતા ડેવિડ અટ્ટેંબ્રોની ડબિંગ કરવા પૂરા ભારતમાં ઑડિસન કરાયા બાદ એની જવાબદારી બીબીસીએ ભારતના સુપ્રસિદ્ધ ડબિંગઆર્ટિસ્ટ સુરેન્દ્ર ભાટિયાને સોંપી છે. આ અંગે સુરેન્દ્ર ભાટિયા કહે છે કે, આ મારા માટે સન્માનની વાત છે કે મને લંડનના અવાજનીદુનિયાના ભગવાન કહેવાતા ડેવિડ અટ્ટેંબ્રોના અવાજ માટે મારી પસંદગી કરવામાં આવી. મને મોટા ભાગે વિખ્યાત કલાકારનાડબિંગનું કામ મળે છે. દેશ હોય કે વિદેશ, તમામને મારૂં કામ પસંદ છે અને મને એ માટે લાયક સમજે છે. મને મારા હિસાબે કામઆપે છે અને મારા હિસાબે પેમેન્ટ પણ કરે છે.
ગાઉ ડબિંગમાં ઘણો ઓછો સ્કોપ હતો, પરંતુ હવે સેટેલાઇટ ચૅનલ અને મલ્ટીપ્લેક્ષ વગેરેને કારણે પુષ્કળ સિરિયલ, ફિલ્મ,એડ ફિલ્મ વગેરે વિભિન્ન ભાષાઓમાં ડબિંગ કરી રિલીઝ કરાય છે. આને કારણે સરકારને પણ ફાયદો થાય છે. પરંતુ કેન્દ્ર સરકારઅને રાજ્ય સરકાર ડબિંગ આર્ટિસ્ટનું મોટાભાગે સન્માન કરતી નથી. ન તેમને પદ્મભૂષણ, પદ્મશ્રી કે નેશનલ એવોર્ડ આપતી નથી.પણ શું કામ?
તાજેતરમાં બીબીસી અર્થના કાર્યક્રમ પ્લેનેટના ડબિંગ દરમ્યાન સુપ્રસિદ્ધ ડબિંગ ર્ટિસ્ટ સુરેન્દ્ર ભાટિયા સાથે મુલાકાત થઈ,જેઓ છેલ્લા 36 વરસથી ઇન્ડસ્ટ્રીમાં ડબિંગ કરી રહયા છે. જુરાસિક પાર્ક ફિલ્મ માટે વર્લ્ડ ફેમસ અભિનેતા રિચર્ડ અટ્ટેંબ્રો માટે ડબિંગકર્યું હતું. હવે તેમના ભાઈ ડેવિડ અટ્ટેંબ્રો માટે બીબીસી અર્થના કાર્યક્રમ પ્લેનેટનું ડબિંગ કરી રહ્યા છે. સુરેન્દ્ર ભાટિયાને દાદા સાહેબફાળકે એકેડેમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
અસોસિયેશન ઑફ વૉઇસ આર્ટિસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ડબિંગ આર્ટિસ્ટ સુરેન્દ્ર ભાટિયા ઇન્ડસ્ટ્રીમાં 36 વરસ પૂરા કર્યાએ પ્રસંગે કહે છે, ઇન્ડસ્ટ્રીએ મને ઘણું પ્યું. ઇજ્જત, સન્માન અને પૈસા બધું મળ્યું. પરંતુ અમને સરકાર નજર અંદાજ કરી રહી છે.આજે ઘણી ચૅનલ માત્ર ડબિંગ કરેલી સિરિયલ અને ફિલ્મો દર્શાવી રહી છે. ઉપરાંત ઘણી ફિલ્મો વિવિધ ભાષામાં ડબ કરી રિલીઝકરાય છે અને સરકારને કરોડો રૂપિયાની કમાણી થાય છ. પરંતુ કોઈ ડબિંગ આર્ટિસ્ટને સરકારી એવોર્ડ અપાતો નથી એનો મનેઅફસોસ છે. પરંતુ હું એવું ઇચ્છું છું કેઆવનારી નવી પેઢીને સરકાર નજરઅંદાજ ન કરે અને તેમને પદ્મભૂષણ, પદ્મશ્રી કે નેશનલએવોર્ડ વગેરેથી સન્માનવામાં આવે.
નવા આવનારા ડબિંગ આર્ટિસ્ટ અંગે સુરેન્દ્ર ભાટિયા કહે છે કે, ડબિંગ આર્ટિસ્ટે પહેલા સારા એક્ટર બનવું જરૂરી છે, ત્યારબાદ અવાજ સારો હોવો જોઇ. જ્યાં સુધી ફિલ્મ કે સિરિયલના કેરેક્ટર અને એના હાવભાવને નહીં સમજો ત્યાં સુધી એની ડબિંગ સારીરીતે નહીં કરી શકો. અવાજ થોડો નબળો હશે તો ચાલશે કારણ, દરેક કેરેક્ટર માટે અલગ અલગ અવાજની જરૂ પડે છે અને એમાંથોડું ઘણું આમતેમ ચાલી શકે છે. પરંતુ કેરેક્ટરનો હાવભાવ, સ્ટાઇલ વગેરે સમજવું સૌથી મહત્ત્વનંઅ છે.