ગીરમાં કોણ છે સિંહોનુ સીરિયલ કીલર ? મૃત અવસ્થામાં મળી સિંહણ, અત્યાર સુધી 30 સિંહોના મોત

શુક્રવાર, 30 નવેમ્બર 2018 (10:30 IST)
ગુજરાતના ગિર જંગલમાં ગુરૂવારે એક સિંહણ મૃત અવસ્થામાં મળી. આ સાથે જ રાજ્યમાં સપ્ટેમ્બરથી અત્યાર સુધી મરનાર સિંહોની સંખ્યા 30 પહોંચી ગઈ છે. જૂનાગઢ વન્યજીવ મંડળના મુખ્ય વન સંરક્ષક ડીટી વાસવડાએ કહ્યુ, સિંહણ મૃત અવસ્થામાં અમરેલી જીલ્લાની સીમા પાસે તુલસી શ્યામ રેંજના જંગલમાં મળી. 
તેની વય 9 થ્યી 12 વર્ષની વચ્ચે છે. તેણે કહ્યુ કે શરૂઆતની તપાસમાં સિંહણનુ મોત પ્રાકૃતિક કારણોથી થયુ છે. તેના શરીર પર કોઈપણ પ્રકારના જખમના નિશાન નથી. છેલ્લા ત્રણ મહિનામાં ગિરના જંગલમાં પરસ્પર લડાઈ, ન્યૂમોનિયા, કૈનિન ડિસ્ટેપર વાયરસ (સીડીવી) અને પ્રોટોજોઆ સંક્રમણને કારણે 29 સિંહોના મોત થઈ ચુક્યા છે.  તેમાથી 23 સિંહ તો સપ્ટેમ્બર મહિનાના ત્રણ સપ્તાહ દરમિયાન જ મરી ગયા હતા. 
 
ચાર દિવસ પહેલા જ સા કુંડલા અને પાણીયા રેન્જમાંથી એમ બે સિંહબાળના ઇનફઈટ મોત થયા હતા અને આમ છેલ્લા બે માસ માં ઇનફઈટ અને કુદરતી રીતે દસ કરતા વધારે સિંહોના મોત થઈ ચૂક્યા છે ત્યારે ગઈ કાલે વધુ એક સિંહણનું ખાંભા તુલસીશ્યામના રબારીકા રાઉન્ડમાં આંબલિયાળા વિડી માં 12 વર્ષની સિંહણનું વય મર્યાદાના કારણે મોત થયું હતું. આ સિંહણ વન વિભાગને બીમાર જોવા મળતા એક માસ પહેલા જ વન વિભાગ દ્વારા આંબલિયાળા વિડી માંથી રેસ્ક્યુ કરી પકડી હતી અને આંબરડી પાર્કે ખાતે સારવાર આપી છોડવામાં આવી હતી અને ગઈકાલે રાત્રે આ સિંહણનો મૃતદેહ વન વિભાગને મળી આવ્યો હતા. બાદ આ સિંહણના મૃતદેહનું ખાંભા રેન્જ ઓફિસ ખાતે પીએમ કરવા આવ્યું હતું અને સિંહણનું પ્રાથમિક જોતા વય મર્યાદાના કારણે મોત થયાનું જાણવા મળેલ હતું ત્યારે સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવવાનું વન વિભાગે જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર