કોમનવેલ્થ ગેમ્સ - ભારતના 26માંથી 10 ગોલ્ડ રેલવે એથલીટ્સે જીત્યા, ભારતીય દળમાંથી 25% ભાગીદારી

સોમવાર, 16 એપ્રિલ 2018 (13:18 IST)
21માં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની યાત્રા શાનદાર રહી. ભારતે અહી 26 ગોલ્ડ સાથે 66 મેડલ જીત્યા. તેમા 10 (40%) મેડલ રેલવે એથલીટ્સના છે. 217 ભારતીય ખેલાડીઓના દળમાં રેલવેના ખેલાઈઓની ભાગીદારી 25% હતી. આ વખતે મેડલ ટેલીમાં ભારત,  ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેંડ પછી ત્રીજા નંબર પર રહ્યુ.  આ ગેમ્સમાં આ તેમનુ ત્રીજુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.  ભારતે 2002 મૈનચેસ્ટરમાં 69 ગોલ્ડ અને 2010 દિલ્હી કૉમનવેલ્થમાં 101 મેડલ જીત્યા હતા.  ઉલ્લેખનીય છે કે ભારતે આ વખતે 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.  આગામી કોમનવેલ્થ ગેમ્સ 2022માં બર્મિધમ (ઈગ્લેંડ)માં થશે. 
 
40% ગોલ્ડ મેડલ લાવવા ગર્વની વાત - રેલવે 
 
- રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડની એક્ઝીક્યૂટિવ ચેયરમેન રેખા યાદવે કહ્યુ, "ભારતીય દળ દ્વારા જીતવામાં આવેલા ગોલ્ડમાંથી 40% મતલબ 26માંથી 10 મેડલ રેલવેના ખેલાડી લઈને આવ્યા છે. આ ગર્વની વાત છે. રેલવે એથલીટ્સે 10 ગોલ્ડ એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે.  અમારા 49 એથલીટ્સે સીડબલ્યૂજી 2018માં ભાગ લીધો. વેટલિફ્ટિંગ, રેસલિંગ, એથલિટ્સ, બાસ્કેટબોલ અને જિમનાસ્ટિકમાં અમારા ખેલાડીઓએ ભાગ લીધો. હોકીની આખી ટીમમાં રેલવેની યુવતીઓની મુખ્ય ભાગીદારી હતી. 
 
11મો દિવસ - ભારતે જીત્યા 6 મેડલ 
 
- ભારતે 11માં દિવસે 1 ગોલ્ડ 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત 7 મેડલ જીત્યા. 
- ભારતે કૉમનવેલ્થ ગેમ્સમાં 84 વર્ષના પોતાની યાત્રામાં 500 મેડલ પદકોનો આંકડો પણ પર કરી લીધો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર