આ રીતે જીત્યો ગોલ્ડનો મુકાબલો
બજરંગે પુરૂષોની 65 કિલોગ્રામ વર્ગ સ્પર્ધાની ફાઈનલમાં વેલ્સ કે કેન ચૈરિગને એકતરફા મુકાબલે 10-0થી હાર આપી. બજરંગે આ જીત રિયો ઓલંપિકના કાંસ્ય પદક વિજેતાને હાર આપીને મેળવી. ભારતીય પહેલવાને શરૂઆતથી જ પોતાના પ્રતિદ્વંદી પર શિકંજો કસવો શરૂ કરી દીધો.
મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછર્યા છે બજરંગ
બજરંગને કુશ્તી વારસામાં મળી. તેમના પિતા બલવાન પૂનિયા પોતાના સમયના જાણીતા પહેલવાન રહી ચુક્યા છે. પણ ગરીબીએ તેમના કેરિયરને આગળ ન વધવા દીધુ. કંઈક આવુ જ બજરંગ સાથે થય્ બજરંગના પિતા પાસે પણ પોતાના પુત્રને ઘી ખવડાવવાના પૈસા નહોતા. એ માટે તેઓ બસનુ ભાડુ બચાવીને સાઈકલથી જવા આવવા લાગ્યા. જે પૈસા બચતા તે તેઓ પોતાના પુત્રના ખાવા પર ખર્ચ કરતા હતા. આવી પરિસ્થિતિમાં ઉછરીને બજરંગે પહેલવાની દુનિયામાં દેશનુ નામ રોશન કર્યુ.