મીન રાશીના વ્યકિત અત્યંત વિનમ્ર, સ્વાભિમાની અને મહત્વકાંક્ષી હોય છે. તેમની નિમ્રતા ગંભીર ચિંતનની દ્યોતક છે. ધુતારા તેમની વિનમ્રતાનો ફાયદો ઉઠાવે છે. કુટુંબનો સાથ પ્રેમભાવ અને મિલનસાર પ્રકૃતિથી નિભાવે છે. આ રાશીમાં ઇશ્વરીય ભક્તિ, સત્સંગ અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિના લક્ષણો પૂરેપૂરા હોય છે. જીવનનાં અંતિમ પડાવમાં તેમનું લક્ષ્ય ઇશ્વર પ્રાપ્તિ બને છે એન સંસારથી વિમુખ થઇ થાય છે. પ્રવાસ અને પર્યટન દ્વારા તેમને જ્ઞાન મળે છે. ઘમંડી લોકોથી તેઓ હંમેશા દૂર રહે છે. કોઇ વિષય પર તેઓ ગંભીરતાથી વિચાર કરે છે પરંતુ નિર્ણય પર નથી આવતા. તેમની પ્રકૃતિ દ્વિવિધા રૂપી છે. મન ચંચળ હોય છે. તેઓ ન્યાય અને સત્યથી વ્યવહાર કરે છે. દરેક પરિસ્િથતિમાં તેઓ મનમોજી દેખાય છે. તેમની સ્મૃતિ નબળી હોય છે. તેઓ મનોરંજક અને કામુક હોય છે. તેમને લોકો કવિ સમજે છે. તેમની ભાવનાને સમજવી સરળ નથી. પોતાના ભવિષ્યના નિર્માણ કરવામાટે તેમણે દ્રઢ નિશ્ચયી બનવું જોઇએ. તેઓ રહસ્ય પ્રિય હોય છે. તેમના સિદ્ધાંત ઊંચા હોય છે પરંતુ સત્યથી તેઓ ભાગતા રહે છે. મીન રાશીના લોકો મિત્રોની પસંદગી કરવામાં થાપ ખાય છે. તેઓ વિશ્વાસુ હોય છે પરંતુ તે પોતાના ગુણને છુપાવી રાખે છે. તેઓ વધારે ચિંતા કરે છે અને જીદ્દી હોય છે. તેઓ કલ્પનાના સંસારમાં ભ્રમણ કરે છે. તેમનામાં પ્રસન્ન રહેવાની અસીમ ક્ષમતા હોય છે. તેમનું અન્તર્જ્ઞાન ઘણી બધી વાત આસાનીથી સમજી જાય છે જે ભૌતિકવાદી લોકો ક્યારેય સમજી શકતા નથી. તેમના માટે કલાત્મક અને રચનાત્મક આત્મ પ્રકાશન જરૂરી છે. અન્યથા તેઓ પોતાનું નુકશાન કરે છે. સહાનુભૂતિ અને સહયોગ તેમનો વિશિષ્ટ ગુણ છે. રોગી, અનાથ અને ક્યારેક અયોગ્યની પણ સહાય કરે છે. તેઓને અત્માના ત્યાગની ભાવના ઓછી કરવી જોઇએ અને ખુદને પ્રસન્ન રાખવા જરૂરી છે. દીન-દુખીયાની મદદ કરવી તેમને વધારે પસંદ છે. તેઓ સ્વાર્થ પ્રિય નથી. તેમનું મન ચંચળ હોવાથી તેમનો વ્યવહાર અનિશ્ચિત હોય છે. તેમણે બીજાની સહાય સમજી વિચારીને કરવી જોઇએ. કારણકે તેમને તેમાં સફળતા ઓછી મળે છે.