બીમારીઓનો કાળ છે સૂર્ય નમસ્કાર .. આવો જાણીએ તેના ફાયદા
બુધવાર, 5 જાન્યુઆરી 2022 (16:15 IST)
સવારની શરૂઆત જે લોકો સૂર્ય નમસ્કારથી કરે છે તેઓનુ તન અને મન સ્વસ્થ રહે છે. પ્રાચીન સમયથી ચાલી આવતો સૂર્ય નમસ્કારનો અર્થ છે સૂર્યને નમસ્કાર. આ આસનને કરતી વખતે સૂરજની કીરણો સીધી તમારા શરીર પર પડે છે. જેનાથી તમને વિટામિન ડી મળવા ઉપરાંત અનેક બીમારીઓથી પણ બચી શકો છો. એટલુ જ નહી માત્ર સૂર્ય નમસ્કાર 5 થી 10 મિનિટ સુધી રોજ નિયમ પૂર્વક કરવામાં આવે તો તમને કોઈપણ અન્ય આસનની જરૂર પડતી નથી. કારણ કે આ એકમાત્ર આસન જ શરીરની દરેક જરૂરિયાતને પુર્ણ કર છે. 21 જૂનના રોજ દર વર્ષે ઈંટરનેશનલ યોગા ડે ઉજવાય છે. તો આ નિમિત્તે ચાલો જાણીએ સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા વિશે માહિતી..
સૌ પહેલા જાણીશુ કેટલી વાર સુધી કરવા જોઈએ સૂર્ય નમસ્કાર
આ આસન શરીરના લગભગ બધા અંગ પર સારો પ્રભાવ નાખે છે. તેથી આ બધા યોગાસનોમાંથી સર્વશ્રેષ્ટ છે. જો સૂર્ય નમસ્કાર રોજ 5-12 વાર સુધી કરી લેવામાં આવે તો કોઈ અન્ય આસન કરવાની જરૂર પડતી નથી. આ આસન સવારે સૂર્યની કિરણો સામે સ્વચ્છ અને ખુલ્લા હવાદાર સ્થાન પર કરવાનુ હોય છે.
સૂર્ય નમસ્કારની વિધિ
સૂર્ય નમસ્કારમાં કુલ 12 આસન હોય છે તેમા 6 વિધિ પછી એ જ 6 સ્ટેપ્સને ઉલ્ટા ક્રમમાં કરવાના હોય છે. ચાલો જાણીએ સૂર્ય નમસ્કારના દરેક સ્ટેપ્સના ફાયદા
- સૂર્ય નમસ્કારના પ્રથમ સ્ટેપ્સને કરવાથી શરીરનુ સમતુલન બની રહે છે સાથે જ એકાગ્રતા અને માનસિક શાંતિ પણ મળે છે.
- સૂર્યનમસ્કારના બીજા સ્ટેપ્સથી શરીરમાં ઓક્સીઝનનો પ્રવાહ યોગ્ય માત્રામાં થાય છે. જેનાથી ફેફડા સ્વસ્થ રહે છે સાથે જ આ મગજ માટે પણ સારુ છે અને તેનાથી ખભા અને પીઠના દુ ખાવાથી છુટકારો મળે છે.
- જો તમને કમર, કરોડરજ્જુ માં દુખાવો રહે છે તો સૂર્ય નમસ્કારનો ત્રીજો સ્ટેપ તમારે માટે બેસ્ટ છે. કારણ કે તેનાથી માંસપેશીઓને આરામ મળે છે. સાથે જ તેનાથી જાડાપણું ડાર્ક સર્કલ્સ અને ચેહરાના દાગ ધબ્બા પણ દૂર થાય છે.
- સૂર્ય નમસ્કારનુ ચોથુ સ્ટેપ્સ કરવાથી શરીરમાં બ્લો ફ્લો તેજ થશે અને શરીરમાં લચીલાપનુ આવે છે. તેનાથી હેલ્થ પ્રોબ્લેમ જ નહી પણ બ્યુટી સાથે જોડાયેલ સમસ્યાઓ પણ દૂર થાય છે.
- સૂર્ય નમસ્કારના પાંચમાં સ્ટેપ્સને કરવાથી શ્વાસ સંબંધી પરેશાનીઓ જેવી કે સાઈનસ અને અસ્થમાની સમસ્યા દૂર રહે છે. આ ઉપરાંત તેનાથી એનર્જી પણ મળે છે.
-સૂર્ય નમસ્કારનુ છઠ્ઠુ સ્ટેપ પીઠ ખભો અને ગરદનને મજબૂતી આપે છે. સાથે જ આ ફેફડા કિડની અને પાચન ક્રિયાનુ કાર્ય પણ યોગ્ય રાખે છે.
- સૂર્ય નમસ્કાર નુ સાતમુ સ્ટેપ બૈલી ફેટ, કમરનો દુખાવો, સ્લિપ ડિસ્ક અને ડાયાબિટીસથી બચવા માટે બેસ્ટ ઓપ્શન છે. સાથે જ તેનાથી પીરિયડ્સમાં થનારા દુખાવાથી પણ છુટકારો મળે છે.
બાકીના સ્ટેપ્સ ઉંઘા ક્રમમાં કરવાના છે. આ ઉપરાંત રોજ નિયમિત પૂર્વક સૂર્ય નમસ્કાર કરવાથી સ્મરણ શક્તિ પણ વધે છે
રોજ 10-15 મિનિટ સૂર્યનમસ્કાર કરવામાં આવે તો શરીરમાં ઓક્સિજનનુ સ્તર વધે છે. અને કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે. તેથી શરીરમાં એનર્જી આવી જાય છે.
- જે સ્ત્રીઓને અનિયમિત માસિક ચક્રની સમસ્યા હોય તેમણે નિયમિત આ આસન કરવુ જોઈએ. તેનાથી માસિક ધર્મ રેગ્યુલર થઈ જશે.
- આ આસન કરવાથી પેટના ઓર્ગંસ પર દબાણ પડે છે. તેથી પાચન તંત્ર ઠીક રહે છે. આ ઉપરાંત ખાલી પેટ સૂર્ય નમસ્કાર કરવાથી કબજિયાત .. અપચો અને પેટમાં બળતરાની સમસ્યાથી છુટકારો મળે છે.
હા પણ સ્લિપ ડિસ્ક અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ સૂર્ય નમસ્કાર ન કરવુ જોઈએ.