વિશ્વ કપ 2015 - મિસ્બાહે ભારતને ઓસ્ટ્રેલિયા પર જીતનુ દાવેદાર ગણાવ્યુ

શનિવાર, 21 માર્ચ 2015 (14:22 IST)
પાકિસ્તાનના કપ્તાન મિસ્બાહ ઉલ હકે ક્રિકેટ વિશ્વ કપ સેમીફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા પર જીતની પ્રબળ  દાવેદાર બતાવ્યા છે. કારણ કે તેમનુ માનવુ છે કે ઘરેલુ ટીમને પારંપારિક રૂપે ધીમા બોલરોની મદદગાર એસસીજી પર સ્પિન વિકલ્પો માટે ઝઝુમવુ પડશે. 
 
ચાર વારના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ અંતિમ આઠની હરીફાઈમાં ગઈકાલે અહી પાકિસ્તાનને છ વિકેટથી હરાવીને સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યુ. જ્યા તેનો સામનો સિડની ક્રિકેટ ગ્રાઉંડ પર 26 માર્ચના રોજ ગત ચેમ્પિયન ભારત સાથે થશે. 
 
વિશ્વ કપની સાથે વનડે ક્રિકેટને અલવિદા કહેનારા મિસ્બાહે ગઈકાલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાર્યા પછી કહ્યુ  સિડનીમાં રમતા તેમને સારા સ્પિનરની કમી નડશે.  આ અંતર ઉભી કરી શકે છે કારણ કે સિડનીમાં સ્પિનરોને ખૂબ સફળતા મળી છે અને ઈમરાન તાહિરે પણ અગાઉની મેચમાં ત્યા સારુ પ્રદર્શન કર્યુ. અહી ઓસ્ટ્રેલિયા માટે સમસ્યા ઉભી થઈ શકે છે.  
 
મિસબાહે કહ્યુ કે વિશ્વ કપના સહમેજબાનને સેમીફાઈનલ હરીફાઈમાં સારા સ્પિનરની કમી નડશે. તેમણે કહ્યુ, તેમને ત્યા સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે આ ખૂબ જ જોરદાર મુકાબલો  થશે કારણ કે બંને ટીમો સારી ક્રિકેટ રમી રહી છે. 
 

વેબદુનિયા પર વાંચો