આઈસીસી વર્લ્ડ ટીમમાં એક પણ ભારતીય ક્રિકેટર નહી, મૈક્કુલમ બન્યા કપ્તાન

સોમવાર, 30 માર્ચ 2015 (13:02 IST)
વર્લ્ડ કપ ટૂર્નામેંટ પુર્ણ થવાની સાથે જ આઈસીસીએ પોતાની વર્લ્ડ કપ 2015 ટીમની જાહેરાત કરી છે. ન્યુઝીલેંડના કપ્તાન બ્રેંડન મૈક્કુલમને આ ટીમના કપ્તાન તરીકે પસંદ કરાયા છે. પહેલીવાર ફાઈનલમાં પહોંચેલ ન્યુઝીલેંડની ટીમના પાંચ ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યુ છે. પણ આશ્ચર્યની વાત એ છેકે સેમીફાઈનલ પહેલા સુધી અજેય રહેનારી અને અગાઉની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈંડિયાનો એક પણ ખેલાડી આ ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો.  
 
પહેલીવાર ફાઈનલમાં પહોંચનારી ન્યુઝીલેંડના ટીમના પાંચ આ ટીમમાં સામેલ છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકાના બે અને શ્રીલંકા-ઝિમ્બાબવેના એક એક ક્રિકેટરને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા કપ્તાન માઈકલ ક્લાર્કને ટીમમા સ્થાન મળ્યુ નથી. 
 
આ ટીમની જાહેરાત પછી આસીસીસીએ કહ્યુ કે મૈક્કુલમે 44 દિવસ સુધી ચાલેલ વર્લ્ડ કપ ટૂર્નામેંટમાં સારી કપ્તાની કરી.  નવા પ્રયોગ કર્યા. ટીમને ફાઈનલ સુધી પહોંચાડી. આ કારણે તેમને ટીમના કપ્તાન તરીકે પસંદ કર્યા છે. મૈક્કુલમે વર્લ્ડ કપ 2015માં 4 હાફ સેંચુરી સાથે કુલ 328 રન બનાવ્યા. 

વેબદુનિયા પર વાંચો