સટ્ટેબાજોએ બતાવી દીધુ વર્લ્ડ કપ વિજેતાનું નામ

શનિવાર, 21 માર્ચ 2015 (14:42 IST)
ક્રિકેટમાં જીત હાર મેદાનમાં નક્કી થાય છે પણ મેચ પહેલા જ દરેક ટીમની જીત-હાર પર કરોડોનો દાવ લાગી જાય છે. સટ્ટાબજારમાં પહેલાથી જ નક્કી થઈ જાય છે કે કંઈ ટીમ જીતશે. કંઈ ટીમ હારશે. વર્લ્ડ કપ 2015માં પણ સટ્ટાબાજોએ અત્યારથી જ વિજેતાનું નામ નક્કી કરી દીધુ છે. 
 
ક્રિકેટ વર્લ્ડ કપનો ખુમાર આખી દુનિયાના લોકોના માથે ચઢીને બોલી રહ્યો છે. આ વર્લ્ડ કપના ખુમારમાં સટ્ટેબાજ પણ પાછળ નથી. જે રીતે ભારત સતત વર્લ્ડ કપમાં મેચ જીતી રહ્યુ છે એ જ ગતિથી સટ્ટેબાજ પણ કરોડો રૂપિયા કમાવી રહ્યા છે.  પણ સટ્ટા બજારનુ માનીએ તો ક્રિકેટ વર્લ્ડ કપ 2015માં ભારત ત્રીજા નંબર પર રહેશે.  પહેલી પસંદ ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ ન્યુઝીલેંડ છે. પણ સટ્ટા બજાર એ પણ માને છે કે જો ભારત સેમીફાઈનલમાં જીતે છે તો ક્રિકેટ વર્લ્ડ કપને ફરીથી પોતાના કબજામાં કરી શકે છે. 
 
ભારત સેમીફાઈનલમાં પહોંચી ચુક્યુ છે. ક્રિકેટના વર્લ્ડ કપમાં દર્શકોની દિલચસ્પી ઝડપથી વધી રહી છે અને આ સાથે જ સટ્ટાબાજોની ગતિવિધિઓ પણ વધી ગઈ છે. દરેક હિન્દુસ્તાની એ જ ઈચ્છે છે કે સિડનીના મેદાનમાં ભારત કંગારૂઓને હરાવી દે અને ફાઈનલ મેચમાં સ્થાન બનાવી લે. પણ હાલ સટ્ટાબજારની પ્રથમ પસંદ ઓસ્ટ્રેલિયા છે. ઓનલાઈન બેટિંગમાં ઓસ્ટ્રેલિયા બધી ટીમોથી આગળ ચાલી રહ્યુ છે.  પણ પોલીસના ખબરીઓનુ માનીએ તો દાવમા ખૂબ ઓછુ અંતર છે. ઓસ્ટ્રેલિયા પછી ભારત, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેંડ જેવી ટોપ ટીમોના રેટમાં થોડાક જ પૈસાનુ અંતર રહી ગયુ છે. જેમ જેમ વર્લ્ડકપની ફાઈનલ નિકટ આવી રહી છે સટ્ટાબાજીની દુનિયામા હલચલ ઝડપી બની ગઈ છે. પોલીસ મુજબ અનેક સટ્ટેબાજ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી ઓપરેટ કરી રહ્યા છે પણ સમગ્ર ખેલ વિદેશોથી ચાલી રહ્યો છે.  મુંબઈ પોલીસ સટ્ટેબાજો પર નજર રાખવા માટે બીજા રાજ્યોની પોલીસ સાથે સતત સંપર્કમાં છે. 

વેબદુનિયા પર વાંચો