જમાઈ (સુરેશ રૈના)ની બેટિંગ જોવા માટે ગામમાં મચી ધૂમ, પંચાયતે કર્યુ એલાન

સોમવાર, 23 માર્ચ 2015 (11:23 IST)
જ્યા વર્લ્ડ કપને લઈને આખી દુનિયા તેના રંગમાં રંગાય ચુકી છે. પણ ભારતીય ફેંસ પર તેનો નશો થોડો વધુ જ છવાયેલો છે. 26 માર્ચના રોજ થનારી સેમીફાઈનલમાં ભારતની જીતની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ ભારતના બામનૌલા ગામમાં જ્યા સુરેશ રૈના જમાઈ બનવાના છે. ત્યા ભારતના સેમીફાઈનલને લઈને થોડી જુદી જ ધૂમ મચી છે. ગામની પંચાયતે પહેલા જ એલાન કર્યુ છે કે સેમીફાઈનલના દિવસે કોઈપણ કામ કે ખેતીવાડી ન કરે. એ દિવસે ફક્ત ટીમ ઈંડિયા અને જમાઈજીની રમત જ જોવામાં આવશે. 
 
ગામની પંચાયતે લોકોને કહ્યુ કે દરેક વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરે કે ટીમ ઈંડિયા જ જીતે. બામનૌલી ગામની પુત્રી પ્રિયંકા ચૌઘરીના લગ્ન ત્રણ એપ્રિલના રોજ ક્રિકેટર સુરેશ રૈના સાથે થવાના છે. શનિવારે ગ્રામ પ્રધાન મહીપાલની અધ્યક્ષતામાં પંચાયતની બેઠક થઈ. 26 માર્ચના રોજ ભારત ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલ મેચ રમાશે. તેમા સુરેશ રૈના પણ રમશે. આ દિવસે પંચાયત ઘરમાં મોટી સ્ક્રીન લગાવીને લોકોને મેચ બતાવશે.  
 
ઈંડિયન ક્રિકેટર ટીમના સ્ટાર સુરેશ રૈના નીધરલેંડની બેંક અધિકારી પ્રિયંકા ચૌઘરી સાથે લગ્ન રચાવશે. લગ્ન પહેલા જ પ્રિયંકાએ પોતાની જોબમાંથી રિઝાઈન કરી દીધુ છે. લગ્ન માટે ખૂબ જ ઓછા દિવસો બચ્યા છે. અને લગ્નને લઈને બંને પરિવાર તૈયારીઓમાં લાગેલા છે.  

વેબદુનિયા પર વાંચો