ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ અને વનડે મેચોમાં એક જીત માટે તરસી ગઈ હતી. પણ ત્યારબાદ ટીમ ઈંડિયાએ વર્લ્ડ કપમાં જોરદાર કમબેક કરતા અત્યાર સુધીની સતત સાત મેચો જીતી લીધી છે. ટીમમાં આ ફેરફારને કારણ બતાવતા કોહલી કહે છે, "આપણા બોલરોએ વર્લ્ડ કપની મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. અમે સાત મેચોમાં કુલ 70 વિકેટ લીધી છે."
કોહલીએ એ પણ કહ્યુ છેકે જો અમારા બોલરોનું પ્રદર્શન આવુ જ રહ્યુ તો સિડનીના સેમીફાઈનલમાં ટીમ ઈંડિયા જીત મેળવશે. વિરાટ કોહલીના મુજબ ઓસ્ટ્રેલિયા જેવી વર્લ્ડ ક્લાસ ટીમને ત્યારે જ હરાવી શકાય છે જ્યારે ટીમના બોલર લયમાં હોય. બોલરોની ટિકડીની સફળતા વિશે વિરાટ કોહલીએ કહ્યુ અમારા ઝડપી બોલરોના કંપોજર, પરફોર્મેંસ અને એગ્રેશન ત્રણેયમાં આપણા બોલરોએ વર્લ્ડ કપમાં કમાલ કરી છે.