સેમીફાઈનલ પહેલા તૈયારીઓમાં લાગી ટીમ ઈંડિયા

મંગળવાર, 24 માર્ચ 2015 (10:53 IST)
ગત ચેમ્પિયન ટીમ ઈંડિયા ખિતાબથી બે પગલા દૂર છે પણ અહીંથી વર્લ્ડ કપ મેળવવા સુધીનું અંતર સૌથી મુશ્કેલ છે અને ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ વિશ્વ કપ સેમીફાઈનલમાં કોઈ પણ ભૂલની શક્યતાથી બચવા માટે તે અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગઈ છે. 
 
સિડની ક્રિકેટ ગ્રાઉંડના નિકટ સોમવારે ખેલાડીઓને નેટ અભ્યાસ જેમા ઓલરાઉંડર સુરેશ રૈનાએ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોનો સામનો કરવા માટે ખાસ કરીને સ્ટાર્ક અને મિશેલ જોનસનની બોલનો સામનો કરવા માટે ટેનિસ બોલથી ખૂબ નેટ પ્રેકટિસ કરી. 
 
ટેનિસ બોલ દ્વારા ઝડપી બોલિંગ આક્રમણ વિરુદ્ધ તૈયારી કરવી ખૂબ જૂની રીત છે. પણ ફાર્મમાં ચાલી રહેલ રૈનાએ આ જ રીત પર વિશ્વાસ રાખતા અભ્યાસ કર્યો. રૈનાએ લગભગ 45 મિનિટ આ પ્રકારની બેટિંગની પ્રેકટિસ કરી. 
 
પાકિસ્તાન મેચ પહેલા સ્ટૂલ પર ચઢીને લાંબા ઝડપી બોલર મોહમ્મદ ઈરફાનનો સામનો કરવા માટે જે રીતે ટીમ ઈંડિયાના ખેલાડીઓએ ખુદને તૈયાર કરી હતી એ જ રીતે કોચ ડંકન ફ્લેચરે વિપક્ષી ટીમના ઝડપી બોલરોનો સામનો કરવા માટે ટેનિસ બોલ દ્વારા ખેલાડીઓને અભ્યાસ કરાવ્યો. 
 

વેબદુનિયા પર વાંચો