પાક ક્રિકેટરોએ કહ્યું world cup માં ધોનીની કપ્તાની ભારત માટે 'તુરૂપનો એક્કો'

શોએબે  કહ્યું કે કોઈનું  નામ લીધા વગર હું કહેવા માંગુ છુ કે મે એવા કપ્તાન જોયા છે જે ટીમની પાછળ સંતાય  જાય છે પણ ધોની ટીમની આગળ આવીને ઉભો રહે છે. તે એવો  ખેલાડી છે જે ડર શું છે નથી જાણતો.  ઈંઝમામે કહ્યું કે ભારત પાસે જીતવાની  60-70 ટકા તક  છે. જ્યારે શોએબે કહ્યું કે દક્ષિણ આફ્રીકા કે ન્યુઝીલેંડ પણ જીતી શકે છે. 
 
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન અંગે જવાબ આપતા ઈંજમામે કહ્યું  'હું તમને એક વાત જણાવું છું 1992માં અમે વિશ્વ કપના  એક મહીના પહેલા ઓસ્ટ્રેલિયામાં રમવા ગયા હતા.  કોઈને ખબર નથી કે અમે છ અભ્યાસ રમત રમી ચૂક્યા હતા અને બધી હારી ગયા હતા છતા પણ અમે વિશ્વ કપ  જીતી લીધો. 
 
ઈંઝમામે કહ્યું કે હવે ઓસ્ટ્રેલિયાની  વિકેટ બદલાઈ ગઈ  છે.  બેટીંગના મદદગાર વિકેટ છે.  આ વાત ભારતીય ઓસ્ટ્રિલિયામાં બે મહીના રહીને સારી રીતે સમજી ગયા હશે.  શોએબે કહ્યું કે વિશ્વ કપમાં હમેશા અંતિમ 15-20 દિવસ ખાસ હોય છે. આ ચલન 1983થી ચાલતુ આવી રહ્યુ છે. જ્યારે ટીમ  અંતના બે અઠવાડિયામાં લય મેળવે છે.  ઓસ્ટ્રિલિયાએ 1999 વિશ્વ કપમાં યોગ્ય સમય પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું જ્યારે તેની શરૂઆત ખરાબ રહી હતી. તેણે કહ્યું ભારત પાકિસ્તાનની પ્રથમ મેચ જ ડ્રેસિંગ રૂમને જીવંત કરી દેશે. 
 

વેબદુનિયા પર વાંચો